Delhi

ગુજરાતમાં કોંગ્રેસના મતોમાં ખાડો પડ્યો, આપનો આભાર, બોલીવૂડ એક્ટરનું રિએક્શન આવ્યું

નવીદિલ્હી
ગુજરાત વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપે તમામ પક્ષોને પાછળ છોડીને નિર્ણાયક લીડ મેળવી લીધી છે. જ્યારે ભાજપ વિશાળ માર્જિન સાથે નંબર ૧ પર છે, જ્યારે કોંગ્રેસની બેઠકો ગત વખતની સરખામણીમાં ઘણી ઓછી થઈ છે અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલ્યું છે. આ રીતે, એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ખાડો પાડ્યો છે અને તેના કારણે કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ વિવેચક કમાલ આર ખાને ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ટ્‌વીટ પણ કર્યું છે. કમલ આર ખાને ટીવીટ કરતાં લખ્યું કે, ‘ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો કરવા માટે આમ આદમી પાર્ટીનો આભાર. ગુજરાતમાં કેજરીવાલેએ જ કર્યું છે કે,હમ તો ડુબેંગે સનમ તુમકો ભી લે ડુબેગેં,. આ રીતે કમાલ આર ખાને ગુજરાતમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીને સીધો જવાબદાર ઠેરવ્યો છે. કમાલ આર ખાન એટલે કે, કેઆરકેના ટ્‌વીટ પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, કોંગ્રેસ પોતાને ડૂબવા માંગે છે,તેને કોણ ડુબાડશે? આટલું જ નહીં ચાહકો તેના ટ્‌વીટ પર ઘણા મીમ્સ પણ શેર કરી રહ્યા છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *