Delhi

ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલે કરેલો કેચ વાયરલ થયો

નવીદિલ્હી
આઇપીએલ ૨૦૨૨ની સિઝનની હજુ સુધી ૪ જ મેચ રમાઇ છે પરંતુ અત્યાર સુધીમાં રોમાંચ અને મનોરંજન ભરપૂર મળી રહ્યુ છે. પ્રથમ મેચમાં જ ફેન્સને ધોનીની અર્ધશતકીય રમત જાેવા મળી હતી. જ્યારે બીજી મેચમાં દિલ્હીએ મુંબઇને મોં એ આવેલા કોળીયાને છીનવી લેવા રુપ જીત મેળવી હતી. જ્યારે પંજાબ કિંગ્સે છગ્ગાઓનો વરસાદ વરસાવી દીધો હતો. જેના વડે પંજાબે ૨૦૬ રનનુ આસીબીએ આપેલુ લક્ષ્ય હાંસલ કરી લીધુ હતુ. આ દરમિયાન સોમવારે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચમાં શુભમન ગિલે જબરદસ્ત કેચ ઝડપીને સૌને દંગ રાખી દીધા હતા. તેણે ગજબનો કેચ ઝડપ્યો હતો. જેના વડે તેણે હવે કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ પર દાવો ઠોકી દીધો છે. આઇપીએલની ચોથી મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઈટન્સ અને કેએલ રાહુલની લખનૌ સુપર જાયન્ટ્‌સ વચ્ચે ટક્કર જામી છે. બંને ટીમો આઇપીએલમાં પોતાની પ્રથમ મેચ રમી રહી છે. આ મેચ પહેલાથી જ રોમાંચક રહેવાની અપેક્ષા સેવવામાં આવી રહી છે. પરંતુ મેચની પ્રથમ ૫ ઓવરમાં જે પ્રમાણેનો નજારો જાેવા મળ્યો હતો, તેની કોઇને આશા નહોતી. પ્રથમ બેટીંગ કરતા ૧૩ રન ના સ્કોર પર ૨ વિકેટ ગુમાવનારી લખનૌની ટીમને સારી ઈનીંગની જરુર હતી એ જ પ્રમાણે એવિન લુઈસ રમી રહ્યો હતો. કેરેબિયન ખેલાડી લુઈસ ગુજરાત ટાઈટન્સ ટીમ પર ભારે પડે એ પહેલા જ શુભમન ગિલના કેચે તેને પેવેલિયનનો રસ્તો ઝડપથી દર્શાવી દીધો હતો. ગિલે ચોથી ઓવરમાં લુઈસને વરુણ એરોનના બોલ પર કેચ ઝડપ્યો હતો. ઝડપી બોલર એરોને શોર્ટ બોલ નાંખ્યો હતો, જેને લુઈસે તેને પુલ કરી દીધો હતો. બોલ જાેકે ડીપ મિડ વિકેટ પર ઉંચો હવામાં ગયો હતો, જે બોલને જમીન પર પડે એ પહેલા જ ગિલે દોટ લગાવીને તેને પોતાના હાથમાં ઝીલી લેવામાં સફળતા મેળવી હતી. આ કેચ અશક્ય લાગી રહ્યો હતો અને તેણે શાનદાર રીતે ઝડપી લઇને સૌ કોઇને દંગ રાખી દીધા હતા. ગુજરાતની ટીમના બોલરોએ મેચની શરુઆતમાં જ દમ દર્શાવ્યો હતો. ખાસ કરીને મોહમ્મદ શામીએ પાવર પ્લેમાંજ લખનૌના ટોચના ક્રમની બેટીંગ લાઇનને ધ્વસ્ત કરી દીધી હતી. શામીએ મેચના પ્રથમ બોલ પર જ લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલની વિકેટ હાંસલ કરી હતી. શામીએ ત્યાર બાદ બીજી અને ત્રીજી ઓવરમાં પણ પોતાનુ આ પ્રદર્શન જારી રાખ્યુ હતુ. તેણે ક્વિન્ટન ડીકોકને બોલ્ડ કરી દીધો અને બાદમાં મનિષ પાંડેના સ્ટંપ વિખેરી દીધા હતા. ગિલના કેચ અને શામીની ધમાલ પર ગુજરાતે લખનૌની ટીમની ૪ વિકેટ માત્ર ૨૯ રનના સ્કોર પર જ ઝડપી લીધી હતી.

Shubhaman-Gill.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *