Delhi

ગોવામાં દરેક પરિવારને વર્ષે ૩ ગેસ સિલિન્ડર મફતમાં આપશે!

નવીદિલ્હી
મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતા પર હવે બોજ વધતો જઈ રહ્યો છે, ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મોંઘવારી વચ્ચે સરકારે એક મોટી જાહેરાત કરી છે. જે મહંદઅંશે જનતાની મુશ્કેલીઓ હળવી કરી શકે છે. સરકારે દરેક ઘર એટલે કે દરેક પરિવારને વર્ષે ૩ ગેસ સિલિન્ડર મફત આપવાનો ર્નિણય કર્યો છે. સાંભળીને ચોંકી ગયાને… પરંતુ વાત બિલકુલ સાચી છે. સરકારે કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લીધો છે. ત્યારબાદ હવે લોકોને તેનો લાભ મળી રહ્યો છે. પ્રથમ કેબિનેટ બેઠકમાં એક મોટો ર્નિણય લેતા ગોવા સરકારે તેના ચૂંટણી ઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) દ્વારા જનતાને એક વચન આપ્યું છે. જેમાં રાજ્યના દરેક પરિવારને ત્રણ ન્ઁય્ સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટની બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્‌વીટમાં આ અંગેની ખુશખબરી લોકોને આપી છે. તેમણે જણાવ્યું છે કે, કેબિનેટે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ નવા નાણાકીય વર્ષથી ત્રણ સિલિન્ડર મફતમાં આપવાની યોજના તૈયાર કરવાનો ર્નિણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને ગોવામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે જાે પાર્ટી એટલે કે ભાજપ સત્તામાં આવશે તો રાજ્યના દરેક પરિવારને દર વર્ષે ત્રણ એલપીજી સિલિન્ડર મફતમાં આપશે. ત્યારબાદ ગોવાના સીએમ પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે વર્તમાન કાર્યકાળ દરમિયાન આયર્ન ખનનનું ખાણકામ ફરી શરૂ કરવું અને રોજગારીની તકો ઉભી કરવાનું તેમની સરકારમાં પ્રથમ પ્રાથમિકતાઓ છે. જ્યારે તેમના વિરોધીઓએ તેમને આકસ્મિક મુખ્યમંત્રી તરીકે વર્ણવ્યા, ત્યારે સાવંતે કહ્યું કે આ વખતે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા છે, તેઓ પસંદગી થયેલા નથી. પ્રમોદ સાવંતે ૨૦૧૯માં તત્કાલીન મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ રાજ્યના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો. હાલમાં પુરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ ૪૦ સભ્યોવાળા સદનમાં ૨૦ સીટો જીતી. ભાજપે ગોવામાં આ ચૂંટણી સાવંતના નેતૃત્વમાં જ લડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *