Delhi

ગ્રેટર નોઈડાના સોસાયટીની લીફ્ટમાં ૮ વર્ષનું બાળક ફસાઈ જતાં ૧૦ મીનિટ બૂમો પાડી

ગ્રેટરનોઈડા
ગ્રેટર નોઈડાના નિરાલા એસ્પાયર સોસાયટીમાં આઠ વર્ષનો બાળક એક લિફ્ટમાં ફસાઈ ગયો હતો. બાળક લિફ્ટમાં લગભગ ૧૦ મીનિટ સુધી ફસાઈ રહ્યો હતો. જાે કે, માસૂમ વિવાન માટે આ ૧૦ મીનિટ ૧૦ કલાક જેટલી થઈ પડી હતી. વિવાન સાઈકલથી લિફ્ટમાં ચડે છે. અને લિફ્ટ અડધા રસ્તે જ ફસાઈ જાય છે. લિફ્ટ બંધ થયા બાદ બાળક ગભરાઈ જાય છે અને જાેર જાેરથી બૂમો પાડવા લાગે છે. તે વારંવાર લિફ્ટમાં ઈમરજન્સી બટન દબાવે છએ. લિફ્ટ ચોથા અને પાંચમા માળની વચ્ચે ફસાઈ જાય છે. ઘટનાના સમયે ટાવરમાં સુરક્ષાકર્મી હાજર નહોતા. બાળકો બૂમો પાડતો હોવાનો અવાજ સાંભળીને સુરક્ષાકર્મીને ફોન કર્યો હતો. આરોપ છે કે, લિફ્ટમાં બાળક ઘણી વાર સુધી ઈન્ટરકોમ અને ઈમરજન્સી બટન દબાવતો રહ્યો, પણ કોઈ મદદ માટે પહોંચ્યું નહીં. સાથે જ સીસીટીવી રુમમાં બેઠેલા વ્યક્તિ પણ ગાયબ હતા. તેમને પણ કોઈ જાણકારી નહોતી. ડરેલો બાળક લિફ્ટના દરવાજાને જાેર જાેરથી મારવા લાગ્યો હતો. ત્યારે આવા સમયે ફ્લોર પર આંટા મારી રહેલા એક શખ્સે તેની મદદ કરીને બહાર કાઢ્યો હતો. આ મામલાને લઈને પરિવાર પણ આક્રોશિત છે અને ચેરી કાઉંટી ચોકી પર ફરિયાદ કરી છે. ગ્રેનો વેસ્ટની નિરાલા એસ્પાયર સોસાયટી પ્રિયાંશુ દાસે પોતાના પરિવાર સાથે એ-૮ ટાવરમાં ૧૪માં માળે રહે છે. પ્રિયાંશુએ જણાવ્યું છે કે, સાંજના સમયે તેમનો આઠ વર્ષિય દીકરો ટ્યૂશનમાંથી ભણીને ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન દીકરાએ ગ્રાઉન્ડ પરથી ૧૪માં માળે આવવા માટે લિફ્ટ લીધી હતી. દીકરો સાઈકલ લઈને ભણવા ગયો હતો. તેથી તે સાયકલ લઈને લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપર ચડ્યો હતો અને ફસાઈ ગયો હતો.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *