Delhi

ઘરે પરત ફરી તેજિન્દર સિંહ બગ્ગાએ કેજરીવાલ પર નિશાન સાધ્યું

નવીદિલ્હી
તેજિન્દરસિંહ બગ્ગા ઘરે પહોંચ્યા બાદ કહ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલને હું મેસેજ આપવા માંગુ છું કે જે ગુરુ ગોવિંદ સિંહનું અપમાન કરનારાઓ વિરુદ્ધ અવાજ તેઓ દબાવવા માંગે છે, તેમને અમે માફ નહીં કરીએ. કાશ્મીરી પંડિતો વિશે અવાજ ઉઠાવવો ખોટું છે તો અમે આ મુદ્દો ઉઠાવતા રહીશું. બગ્ગાને શુક્રવારે બનેલી ઘટના અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે પંજાબ પોલીસના ૧૫થી ૨૦ કર્મીઓ ઘરની અંદર આવ્યા. તે સમયે હું ૮ વાગ્યે ઊંઘીને ઉઠ્‌યો જ હતો અને અચાનક ૭ થી ૮ લોકોએ પકડીને મને ગાડીમાં નાખી દીધો. તેમણે એમ પણ કહ્યું કે મને પાઘડી અને ચપ્પલ પણ પહેરવા ન દીધા. મને ગુંડો કહેનારા લોકોએ પોતાની જાતને પૂછવું જાેઈએ કે નિશા સિંહ, તાહિર હુસેન, અમાનતુલ્લાહ ખાન કોણ છે. બગ્ગાએ આગળની સુનાવણીમાં પૂરેપૂરો સહયોગ કરવાની પણ વાત કરી. અત્રે જણાવવાનું કે તેજિન્દર સિંહ બગ્ગાને ખભામાં ઈજાને કારણે સોમવાર સુધીમાં પોતાનું નિવેદન નોંધાવવા જણાવ્યું. તેમને મોડી રાતે જજ સામે હાજર કરાયા હતા. એસએચઓને બગ્ગાને સુરક્ષા આપવા જણાવાયું છે. હાલ બગ્ગાને ઘરે મોકલી દેવાયા છે. કોર્ટ દ્વારા તેમનું સર્ચ વોરન્ટ પણ કેન્સલ કરી દેવાયું છે. ખુબ જ નાટકીય ઢબે પંજાબ પોલીસે ભાજપના નેતા તેજિન્દર સિંહ બગ્ગાની તેમના ઘરેથી તેમની ધરપકડ કરી લીધી. ત્યારબાદ તો આખો દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. બગ્ગાને જબરદસ્તીથી કથિત રીતે ઉઠાવી જવાન મુદ્દે હરિયાણા પોલીસે પંજાબ પોલીસની ગાડીઓને કુરુક્ષેત્રમાં રોકી અને ત્યારબાદ દિલ્હી પોલીસ ભાજપના નેતાને દિલ્હી પાછા લાવી. બગ્ગા પાછા આવ્યા બાદ દિલ્હી ભાજપના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ નિવેદન આપતા કહ્યું કે લોકતંત્રની જીત થઈ. કેજરીવાલે આવી હરકત કરીને સત્તાનો દુરઉપયોગ કર્યો છે. જાે કાશ્મીરી પંડિતોનો અવાજ ઉઠાવવો એ ખોટું હોય અને ગુરુગ્રંથ સાહિબનું અપમાન કરનારાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવો ખોટું હોય તો અમે આ ખોટું કામ કરવા પણ તૈયાર છીએ. પાપ સામે અમે લડતા રહીશું.

India-Panjab-BJP-Leader-Tajinder-Singh-Bagga.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *