નવીદિલ્હી
આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૦ માર્ચ સુધી ૨.૨૬ કરોડ કરદાતાઓને ૧.૯૩ લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ જાહેર કર્યું છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, આમાંથી ૩૮,૪૪૭.૨૭ કરોડ રૂપિયાના ૧.૮૫ કરોડ રિફંડ મૂલ્યાંકન વર્ષ ૨૦૨૧-૨૨ (માર્ચ, ૨૦૨૨માં સમાપ્ત થતા નાણાકીય વર્ષ) માટે છે. આવકવેરા વિભાગે ગુરુવારે એક ટિ્વટમાં લખ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ એપ્રિલ ૧, ૨૦૨૧ થી ૨૦ માર્ચ, ૨૦૨૨ દરમિયાન ૨.૨૬ કરોડ કરદાતાઓને ૧,૯૩,૭૨૦ કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે. આમાં ૭૦,૯૭૭ કરોડ રૂપિયાના વ્યક્તિગત આવકવેરા રિફંડ અને ૧,૨૨,૭૪૪ કરોડ રૂપિયાના કોર્પોરેટ ટેક્સ રિફંડનો સમાવેશ થાય છે. જાે તમારા મનમાં એવો પ્રશ્ન હોય કે તમારું ઈન્કમ ટેક્સ રિફંડ આવ્યું છે કે નહીં. તો તમે તેને ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો. ચાલો તેની પ્રક્રિયાને વિગતવાર જાણીએ. આવકવેરા વેબસાઇટ ુુુ.ૈહર્ષ્ઠદ્બીંટ્ઠટ.ર્ખ્તદૃ.ૈહ પર જાઓ અને તમારો પાન, યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને એકાઉન્ટમાં લોગિન કરો. પછી ઈ-ફાઈલ વિકલ્પ પર ક્લિક કરો. ઈ-ફાઈલ વિકલ્પ હેઠળ, ઈન્કમ ટેક્સ રિટર્ન્સ પસંદ કરો અને પછી વ્યુ ફાઇલ્ડ રિટર્ન્સ વિકલ્પ પર ક્લિક કરો. પછી, તમારા દ્વારા ફાઇલ કરાયેલ નવીનતમ આઇટીઆર તપાસો. ‘વ્યુ ડીટેઈલ્સ’ વિકલ્પ પસંદ કરો. આ વિકલ્પ સિલેક્ટ કર્યા પછી, તમે ફાઇલ કરેલ આઇટીઆરની સ્થિતિ જાેઈ શક્શો. આમાં, તમે ટેક્સ રિફંડ જાહેર કરવાની તારીખ, રિફંડની રકમ અને આ વર્ષ માટે બાકી રહેલા કોઈપણ રિફંડની ક્લિયરન્સની તારીખ પણ જાેઈ શકશો. આવકવેરા રિફંડને ટ્રેક કરવાની બીજી રીત એન.એસ.ડી.એલ વેબસાઇટ પર તેનું સ્ટેટ્સ ચેક કરવું છે. ધ્યાનમાં રાખો કે વેબસાઇટ પર, ટેક્સપેયર અસેસિંગ ઓફીસર દ્વારા રિફંડ બેંકરને રિફંડ મોકલ્યા બાદ ૧૦ દિવસ પછી જ રીફંડનુ સ્ટેટ્સ જાેઈ શકાય છે. સૌથી પહેલા રંંॅજઃ//ંૈહ.ંૈહ.હજઙ્ઘઙ્મ.ર્ષ્ઠદ્બ/ર્ઙ્મંટ્ઠજ/િીકેહઙ્ઘજંટ્ઠંેજર્ઙ્મખ્તૈહ.રંદ્બઙ્મ પર જાઓ. પછી, અસેસમેન્ટ યર પસંદ કરો કે જેના માટે તમે રિફંડની સ્થિતિ તપાસવા માંગો છો. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે અસેસમેન્ટ યર ૨૦૨૧-૨૨ હશે. છેલ્લે, કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. તમારા રિફંડની સ્થિતિના આધારે, તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.
