નવીદિલ્હી
કોરોનાના વધતા પ્રકોપથી દુનિયાભરમાં એકવાર ફરીથી ખૌફનો માહોલ જાેવા મળી રહ્યો છે. ચીનમાં કોવિડનો એક નવો વેરિએન્ટ મ્હ્લ.૭ તબાહી મચાવી રહ્યો છે. તેના અનેક કેસ અમેરિકા અને ભારત સહિત અન્ય દેશોમાં પણ જાેવા મળી રહ્યા છે. ચીનમાં વધતા કોરોનાના આંકડા ડરામણા છે. સાચા આંકડા દુનિયાથી છૂપાવવા માટે ચીન ભાત ભાતના ગતકડાં અજમાવી રહ્યું છે. આ વખતે ચીનની રાજધાની બેઈજિંગમાં પણ હાલાત ભયાનક થઈ ગયા છે. એવા રિપોર્ટ્સ છે કે ચીનના ફ્યૂનરલ સેન્ટરમાં હવે લાશો માટે જગ્યા ઓછી પડવા લાગી છે. શું છે મામલો? તે જાણો… કોરોનાથી થયેલા મોતના સાચા આંકડા રજૂ કરવાના મામલે ચીન પહેલેથી શંકાના દાયરામાં છે. આ વખતે હાલાત પહેલા કરતા પણ વધુ ખરાબ થયા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચીનની રાજધાની બેઈજિંગમાં મોટા પાયે કન્ટેઈનર બોક્સ લાવવામાં આવ્યા છે. જે ફ્યૂનરલ સેન્ટર દાંગજીઓની બહાર રાખવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ફ્યૂનરલ સેન્ટરની નજીક કોઈને પણ જવાની મંજૂરી નથી. એટલે સુધી કે મીડિયાને પણ તેની પાસે જવા દેવામાં આવતું નથી. અંતિમ સંસ્કાર માટે ફ્યૂનરલ સેન્ટરમાં જગ્યા ન મળવાથી મૃતદેહોને પીળા રંગની બેગમાં રાખવામાં આવે છે. ફ્યૂનરલ સેન્ટરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ મોટા મોટા કન્ટેઈનરોમાં મૃતદેહોને રાખવામાં આવી રહ્યા છે. ચીને દેશની બોર્ડરને સીલ કરવાનું શરૂ કરી દીધુ છે. નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યાં મુજબ ચીનના ગુઆંગડોંગમાં કોરોના સૌથી વધુ તબાહી મચાવી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો અહીં રોજ હજારથી વધુ કેસ જાેવા મળે છે. જ્યારે ચીનના ફૂજિયાન, યુનાન, હુનાન, સિચુઆન અને તિયાંજિનમાં પણ કોરોનાએ દસ્તક આપી છે. ઉૐર્ં એ કહ્યું કે ચીને ઝીરો કોવિડ પોલીસી પાછી ખેંચ્યા બાદ નવા દર્દીઓનો કોઈ ડેટા રજૂ કર્યો નથી એટલે એ કહેવું મુશ્કેલ છે કે ત્યાં શું પરિસ્થિતિ છે.


