Delhi

ચીનીઓ પર વિશ્વાસ કરવો કે તેમની પાસે કંઈ માંગવું મુશ્કેલ છે ઃ ઓવૈસી

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતને લઇ ઓવૈસીએ એક બાદ એક ઘણા ટિ્‌વટ કર્યા અને કહ્યું કે પીએમ મદીએ ચીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી તેમનું સ્વાગત કર્યું અને તેમને શુભકામનાઓ પાઠવી. અસદુદ્દીન ઓવૈસી એ ટિ્‌વટ કરી કહ્યું, ‘આખરે લદ્દાખમાં જે થયું છે (યાદ રાખો કે આપણે ૨૦ બહાદુર સૈનિકોને ગુમાવી દીધા), ચીનીઓ પર વિશ્વાસ કરવો કે તેમની પાસે કંઈ માંગવું મુશ્કેલ છે. શું હવે આપણે વધુ એક ડોકલામ જાેવા જઈ રહ્યા છીએ, જ્યાં સરકાર સમસ્યાનું સમાધાન જાહેર કરે છે પણ ચીની સેના ત્યાં જ રહે છે?’ તેમણે આગળ કહ્યું, હું ચીન સરહદ મુદ્દે ચર્ચા માટે સંસદના વિશેષ સત્રની પોતાની પહેલાની માંગને દોહરાવું છું. આ દેશની જનતાનો એ અધિકાર છે. એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના આગલા ટિ્‌વટમાં કહ્યું, ‘દેશને એ જાણવું જરૂરી છે કે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે શું વાત થઈ હતી. આ ભારત અને ભારતીયો સાથે જાેડાયેલા મામલા છે, ન કે મોદી કે તેમના પરિવારના ખાનગી મામલા. પીએમ મોદી, શી જિનપિંગને શું રજૂઆત કરી રહ્યા છે? અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ચોથા ટિ્‌વટમાં કહ્યું, ‘દુનિયાએ સત્તાવાર વીડિયો જાેયો છે અને અત્યાર સુધીમાં એ જાણી ચૂકી છે કે કોઈ જઈને શી જિનપિંગને શુભકામનાઓ પાઠવી. મોદીએ તેના વિશે ટિ્‌વટ કેમ ન કર્યું, જેવું તેમણે અન્ય નેતાઓ માટે કર્યું છે? છુપાવવા માટે શું છે?’

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *