નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન ચેતેશ્વર પુજારા કાઉન્ટી ચેમ્પિયનશિપ અને રોયલ લંડન વન-ડે ટુર્નામેન્ટમાં રમશે. પૂજારા સસેક્સ ટીમ સાથે જાેડાયેલો છે. તેને ટ્રેવિસ હેડની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે ટ્રેવિસ હેડ કાઉન્ટીમાંથી હટી ગયો હતો. પૂજારાને તાજેતરમાં તેના ખરાબ પ્રદર્શનને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ સસેક્સ સાથેનું તેનું જાેડાણ તેમના માટે રાહતના સમાચાર છે. સસેક્સ સાથે પુજારાના જાેડાણ પછી, ક્લબે તેના નિવેદનમાં કહ્યું કે પુજારા ટૂંક સમયમાં ટીમ સાથે જાેડાશે. પુજારાને શ્રીલંકા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો ન હતો. આ સાથે મ્ઝ્રઝ્રૈં એ તેના કોન્ટ્રાક્ટના ગ્રેડમાં પણ ઘટાડો કર્યો છે. પૂજારા છ થી મ્ ગ્રેડમાં આવ્યો છે. ચેતેશ્વર પૂજારા ચોથી વખત કાઉન્ટી ટીમ સાથે જાેડાઇ રહ્યો છે. તે આ પહેલા ૨૦૧૪ માં ડર્બીશાયર, ૨૦૧૫ અને ૨૦૧૮માં યોર્કશાયર, ૨૦૧૭માં નોટિંગહામશાયર તરફથી રમી ચૂક્યો છે. સસેક્સમાં જાેડાયા બાદ પુજારાએ કહ્યું, “હું ટીમમાં જાેડાયા બાદ ખૂબ જ ઉત્સાહિત અને સન્માનિત અનુભવું છું. હું ટૂંક સમયમાં સસેક્સ પરિવારમાં જાેડાઈશ. મેં ખરેખર યુકેમાં કાઉન્ટી ક્રિકેટનો આનંદ માણ્યો છે ટીમ ઈન્ડિયા જુલાઈમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે. અહીં બંને ટીમો વચ્ચે ્૨૦ અને ર્ંડ્ઢૈં શ્રેણી રમાશે. ત્યા ટીમ ઇન્ડિયા માત્ર એક ટેસ્ટ મેચ પણ રમાશે. પૂજારાને આ ટેસ્ટ મેચ માટે ભારતની ટેસ્ટ ટીમમાં જગ્યા મળી શકે છે. જાે તે કાઉન્ટ ક્રિકેટમાં સારું રમે છે તો તેના ટીમ ઇન્ડિયા માટે તક મળી શકે છે. ૩૪ વર્ષીય પૂજારાને દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ખરાબ પ્રદર્શનના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
