નવીદિલ્હી
અખાત્રીજ અને ઈદ પહેલા બે રાજ્યોની સરકારોએ પોતાના કર્મચારીઓને ખુશખબરી આપી છે. વાસ્વતમાં, છત્તીસગઢ અને ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓનુ મોંઘવારી ભથ્થુ(ડીએ)વધારી દીધુ છે. આનાથી હવે આ સરકારી કર્મચારીઓનો પગાર વધીને આવશે. તમને જણાવી દઈએ કે ડીએમાં છત્તીસગઢમાં ૫ ટકા અને ગુજરાતમાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સ્થાપના દિવસે રાજ્ય સરકારે પોતાના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. સાતમાં પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને લાભ મળશે. ૧ જુલાઈ, ૨૦૨૧થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે. જેનો પ્રથમ હપ્તો મે, ૨૦૨૨ અને બીજાે હપ્તો જૂન ૨૦૨૨ના પગાર સાથે અપાશે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ૩ ટકાનો વધારો ૧ જુલાઈ, ૨૦૨૧ની અસરથી આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેવુ નક્કી કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧ જુલાઈ, ૨૦૨૧ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકાના વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય તે બે સપ્તાહમાં આપવાનો ર્નિણય કર્યો છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને વાર્ષિક રુપિયા ૧૨૧૭.૪૪ કરોડનુ નાણાકીય ભારણ થશે.
