Delhi

જંગ-એ-આઝાદીથી લઈને ભારત જાેડો યાત્રાનો ઈતિહાસ, રાષ્ટ્રીય અધ્યક્ષએ જાહેર કર્યો વીડિયો

નવીદિલ્હી
કોંગ્રેસના સ્થાપના દિવસ પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સવારે ટિ્‌વટ કરીને લખ્યું કે, “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે હંમેશા ભારતના લોકોના ભલા અને પ્રગતિ માટે કામ કર્યું છે, અમે ભારતના સંવિધાનમાં આપેલ રાજકીય, આર્થિક અને સામાજિક અધિકારોને ગેરેન્ટીકૃત અવસરની સમાનતામાં દ્રઢતાથી વિશ્વાસ ધરાવીએ છીએ.” કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ ટિ્‌વટની સાથે જ એક વીડિયો પણ ટેગ કર્યો છે, તેમાં કોંગ્રેસની સ્થાપના બાદથી હાલમાં ચાલી રહેલી ભારત જાેડો યાત્રા સુધીના કોંગ્રેસના ઈતિહાસને લઈને હાલની યાત્રાને બતાવામાં આવી છે. આ વીડિયોના માધ્યમથી કોંગ્રેસ તરફ એ વાત કહેવાની કોશિશ થઈ રહી છે કે, ભારતના સંઘર્ષથી લઈને વિકાસ સુધી કોંગ્રેસનું મોટુ યોગદાન રહ્યું છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જાેડો યાત્રા દિલ્હી પહોંચતા જ પ્રથમ તબક્કો પુરો થયો છે. કોંગ્રેસ તેને લઈને ખૂબ જ ઉત્સાહિ દેખાઈ રહી છે. આ જ કારણ છે કે, કોંગ્રેસે તેના સ્થાપના દિવસવાળા વીડિયોમાં સામેલ કર્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે તો કાલે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે, આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે વાતચીત કરનારા લોકો સાથે આઈબી પુછપરછ કરી રહી છે. જયરામ રમેશે કહ્યું કે, સ્પષ્ટ રીતે મોદી અને શાહ ભારત જાેડો યાત્રાથી ગભરાયેલ છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *