Delhi

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોંધાવી ઉમેદવારી

નવીદિલ્હી
એનડીએના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જગદીપ ધનખડે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ દરમિયાન પીએમ મોદી સહિત જેપી નડ્ડા, રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા. આ દરમિયાન એનડીએના સહયોગી દળો પણ હાજર રહ્યા. જગદીપ ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. એનડીએ દ્વારા જ્યાં જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યાં વિપક્ષે માર્ગરેટ અલ્વાના નામની જાહેરાત કરી છે. જગદીપ ધનખડના નામાંકન દરમિયાન બીજેડીના સાંસદ પણ હાજર રહ્યા. જગદીપ ધનખડને સમર્થન આપવાની વાત કરીએ તો બીજુ જનતા દળ (બીજેડી) તેમને સમર્થન આપશે. બીજુ જનતાદળના રાજ્યસભા સાંસદ અને મહાસચિવ મીડિયા પ્રભારી માનસ મોંગરાજે તેની પુષ્ટિ પણ કરી. આ ઉપરાંત છૈંછડ્ઢસ્દ્ભ એ પણ એનડીએ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અન્નાદ્રમુક નેતા એમ થંબી દુરઈએ કહ્યું કે અમારી પાર્ટી જગદીપ ધનખડનું સમર્થન કરશે. જગન મોહન રેડ્ડીના નેતૃત્વવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટી પણ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જગદીપ ધનખડનું સમર્થન કરશે. અત્રે જણાવવાનું કે ધનખડ જાટ સમુદાયથી આવે છે. જેમને તેમના ગૃહરાજ્ય રાજસ્થાનમાં ઓબીસીમાં રાખવામાં આવે છે. છ ઓગસ્ટે થનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડ સામે વિપક્ષના જાેઈન્ટ ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીયમંત્રી માર્ગરેટ આલ્વા મેદાનમાં છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *