Delhi

જમ્મુકાશ્મીરના કુલગામમાં માતા-પિતાના કહેવાથી બે આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું

નવીદિલ્હી
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદી અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન એક આતંકવાદીએ તેના માતા પિતાના કહેવા પર હથિયાર મુકી દીધા હતા. કુલગામના હાદિગામ વિસ્તારમાં આજે સવારે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકવાદીઓએ માતા પિતા અને પોલીસની અપીલ પર આત્મસમર્પણ કર્યું હતું. જેના કારણે બંનેના જીવ બચી ગયા છે.આ વીડિયોમાં આતંકવાદીના માતા પિતાએ તેમના બાળકોને હથિયાર મૂકીને સરેન્ડર કરવાની અપીલ કરી હોવાનું જાેવા મળે છે. આ દરમિયાન આતંકવાદીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી, હથિયાર અને દારૂ ગોળા જપ્ત કરવામાં આવ્યા છે.આ વિસ્તારમાં સેના અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડિફેન્સના પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટના ઁઇર્ંએ જણાવ્યું કે, સરેન્ડર કરનાર બંને યુવકો હાલમાં જ આતંકી ગતિવિધિઓમાં શામેલ થયા હતા. તેઓ ઘરમાં છુપાયેલા હતા, બંનેના માતા પિતાને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના માતા પિતાએ સમર્પણ કરવાની વિનંતી કરતા આતંકવાદીઓએ આત્મસમર્પણ કરી દીધું હતું. જમ્મુ કાશ્મીર પોલીસના ૈંય્ઁ વિજય કુમારે આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, ઘાટીના તમામ માતા પિતા પોતાના બાળકોને આતંકવાદ અને હિંસાનો રસ્તો છોડવાની અપીલ કરે તો અનેક લોકોના જીવ બચી શકે છે. એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. બે આતંકવાદીઓએ આત્મસમર્પણ કરતા તેમનો જીવ બચી ગયો છે. કાશ્મીરની ઘાટીમાં દક્ષિણ કાશ્મીર આતંકવાદનો અડ્ડો બની ગયું છે. વર્ષ ૨૦૨૨ના પ્રથમ પાંચ મહિનામાં આ વિસ્તારમાં સુરક્ષાબળોએ ૫૯ આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. મધ્ય અને ઉત્તર કાશ્મીરમાં ૩૧ આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. જાન્યુઆરીથી મે ૨૦૨૨ દરમિયાન કુલ ૯૦ આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે, જેમાંથી ૨૬ પાકિસ્તાની નાગરિક હતા. આ સંખ્યા અગાઉના વર્ષની સરખામણીએ વધુ છે. પાકિસ્તાને કબ્જે કરેલ કાશ્મીરમાંથી લોકો ઉત્તર કાશ્મીરનો ઉપયોગ કરીને ઘાટીમાં આતંકીઓ પ્રવેશ કરી રહ્યા છે. જ્યાં ૧૦ વિદેશીઓ સહિત કુલ ૧૨ આતંકવાદી ઠાર કરી દેવામાં આવ્યા છે અને અન્ય ૨૩ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *