Delhi

જયશંકરે કિસ્સો સંભળાવ્યો ઃ વડાપ્રધાન મોદી આતંકવાદને ક્યારે સહન નહીં કરે

નવીદિલ્હી
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વાતને લઇને એકદમ સ્પષ્ટ છે કે તે આતંકવાદને ક્યારેય સહન નહી કરે, ખાસ કરીને બોર્ડર પર આતંકવાદને. તેમણે કહ્યું કે મોદી આ દ્રઢ સંકલ્પને વર્ષ ૨૦૧૪થી પાકિસ્તાન પ્રત્યે ભારતની નીતિને એક નવો આકાર આપ્યો છે. જયશંકરે ‘મોદી જ્ર ૨૦ ઃ ડ્રીમ્સ મીટ ડિલિવરી’ નામના પુસ્તકમાં પ્રધાનમંત્રી મોદીના તે નિર્દેશોને યાદ કર્યા જ્યારે તે વિદેશ સચિવ નિયુક્ત થયા બાદ ૨૦૧૫ માં ‘સાર્ક યાત્રા’ માટે જઇ રહ્યા હતા. વિદેશમંત્રીએ પુસ્તક લખ્યું છે, ‘પ્રધાનમંત્રીએ મને જણાવ્યું કે તેમને મારા અનુભવ અને માર ર્નિણય પર ખૂબ વિશ્વાસ છે, પરંતુ જ્યારે હું ઇસ્લામાબાદ પહોંચ્યો તો એક વાત મારા મનમાં હોવી જાેઇએ. તે પોતાના પૂર્વવર્તીઓથી અલગ છે અને તે ના તો આતંકવાદને નજરઅંદાજ કરશે અને તથ ના તો કયારેય સહન કરશે અને આ વલણને લઇને કોઇ સંદેહ ન હોવો જાેઇએ. વિપક્ષી દળ સરકારે સતત આરોપ લગાવતા રહ્યા છે કે તેણે ચીનની ઘૂસણખોરીની વાસ્તવિકતા વિશે જાણકારી આપી નથી. પુસ્તકમાં આ આરોપોને નકારી કાઢવામાં આયા છે. જયશંકરે પુસ્તકમાં લખ્યું કે વિદેશ સચિવ અને ત્યારબાદ વિદેશ મંત્રી તરીકે તે ૨૦૧૫ માં મ્યાંમાર સીમા પર ઉગ્રવાદીઓને ઠેકાણાને નષ્ટ કરવા, ૨૦૧૬ માં સર્જિકલ સ્ટ્રાઇક, ૨૦૧ માં ડોકલામ ગરિરોધ અને ૨૦૨૦ થી લદ્દાખ સીમા પર આકરી કાર્યવાહી સથે જાેડાયેલા રહ્યા છે. જયશંકરે લખ્યું છે કે ચીન સાથે સીમા વિવાદનો સમનો કરવા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અપેક્ષિત ધૈર્ય બતાવ્યું અને તેમાં એ સંકલ્પ પણ સામેલ હોવો જાેઇએ કે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને એકતરફી બદલવાની પરવાનગી ન આપવી જાેઇએ. તેમણે પૂર્વી લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચે ગતિરોધનું પ્રત્યક્ષ રૂપથી ઉલ્લેખ કરતાં કહ્યું ‘ચીન સીમા પર પડકારપૂર્ણ સ્થિતિમાં બળોની તૈનાતી વખતે સમય પણ નેતૃત્વ ક્ષમતા અને દ્રઢશક્તિ સમાન રૂપથી જાેવા મળી. વર્ષ ૨૦૨૦ માં આપણા સશસ્ત્ર બળની પ્રભાવી પ્રતિક્રિયા પોતાનામાં એક કહાની છે. આ તમામ અવસરો પર જમીની જટીલતઓ વિશે ઉંડી સમજ સાથે ર્નિણય લેવાની રીત તમામે જાેઇ. જયશંકરે લખ્યું કે મોદીનું વલણ ફક્ત ક્ષણિક પ્રતિક્રિયા આપવાનું હોતું નથી. પરંતુ પહેલીવાર સીમા પર અસરકારક રીતે માળખાગત નિર્માણ કરવા ગંભીર અને સમગ્ર પ્રયત્ન થયા છે. તેમણે લખ્યું છે ‘૨૦૧૪ થી બજેટ બમણા કરતાં વધુ થઇ ગયું છે. વર્ષ ૨૦૦૮-૧૪ ની તુલનામાં વર્ષ ૨૦૧૪-૨૧ માં રસ્તા પુરા થવાનું કામ લગભગ બમણું થયું છે. આ સમયગાળામાં પુલોનું નિર્માણ કરવાનું કામ ત્રણ ગણું થયું છે, તો બીજી તરફ સુરંગ નિર્માણમાં પણ તેજી આવી છે. વિદેશ મંત્રીએ મોદીની વિદેશ નીતિ વિશે અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું કે પ્રધાનમંત્રીને વ્યક્તિગત રીતે ખૂબ સનમાન મળ્યું છે. જયશંકરે કહ્યું કે તેમને ભાષા, રૂપક, વેશભૂષા, રીતભાત અને આદતો એવી છબિ રજૂ કરે છે જેના દુનિયા વખાણ કરે છે. મને યાદ છે કે કેવી રીતે અમેરિકાના નેતા ૨૦૧૪ ની યાત્રા દરમિયાન વ્રત રાખવાની તેમની આદતથી મંત્રમુગ્ધ થયા હતા, અથવા પછી યૂરોપના લોકોએ કેવી રીતે યોગ કરવાની તેમની આદતને લઇને રસ દાખવ્યો હતો. પ્રધાનમંત્રી મોદી દુનિયાભરન નેતાઓને જે પ્રકારે વ્યક્તિગત સંબંધ બનાવ્યા છે તેનાથી ભારત અને ભારતના લોકોના હિતને આગળ વધ્યા છે. રૂપા પબ્લિકેશન્સ દ્રારા પ્રકાશિત આ પુસ્તક એક સંકલન છે, જેને ‘બ્યૂક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશન’એ સંપાદિત અને સંકલિત કર્યું છે. તેમાં બુદ્ધિજીવીઓ તથા અન્ય વિશેષજ્ઞોના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

india-foreign-minister-S-jaishankar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *