નવીદિલ્હી
જસ્ટિસ યુયુ લલિત દેશના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બની શકે છે. ભારતના હાલના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન વી રમનાએ આગામી ઝ્રત્નૈં માટે જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના નામની ભલામણ કરી છે. તેમણે સીલબંધ કવર કાયદા અને ન્યાયમંત્રીને સોંપી દીધુ છે. અત્રે જણાવવાનું કે પરંપરાગત રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પોતાની વરિષ્ઠતાના આધારે ઝ્રત્નૈં તરીકે કાર્યભાર સંભાળતા ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (ઝ્રત્નૈં) એન વી રમનાએ આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા માટે યુયુ લલિતના નામની ભલામણ કરી છે. ભારતના હાલના ચીફ જસ્ટિસ એન વી રમના આગામી ૧૬ ઓગસ્ટના રોજ પદ પરથી રિટાયર થઈ રહ્યા છે. આવામાં અત્યાર સુધી ચાલી આવતી પરંપરા મુજબ તેમણે જસ્ટિસ યુયુ લલિતના નામની ભલામણ સરકારને મોકલી છે. ઝ્રત્નૈં રમનાએ ભલામણ પત્ર કાયદા અને ન્યાય મંત્રીને સોંપી દીધો છે. જસ્ટિસ યુયુ લલિતનું આખું નામ ઉદય ઉમેશ લલિત છે. તેઓ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ છે. આ અગાઉ તેમણે સુપ્રીમ કોર્ટમાં એક વરિષ્ઠ વકીલ તરીકે પ્રેક્ટિસ કરેલી છે. જસ્ટિસ લલિત અત્યાર સુધીમાં સીધા સુપ્રીમ કોર્ટમાં પદભાર સંભાળનારા છઠ્ઠા વરિષ્ઠ વકીલ હશે. જસ્ટિસ જી એસ સિંઘવી અને જસ્ટિસ એકે ગાંગુલીની સુપ્રીમ કોર્ટની બેન્ચે ૨જી સ્પેક્ટ્રમ કેસમાં જસ્ટિસ લલીતને સીબીઆઈના સ્પેશિયલ પ્રોસિક્યુટર પણ નિયુક્ત કર્યા હતા. યુયુ લલિત અનેક હાઈ પ્રોફાઈલ કેસ સાથે જાેડાયેલા હતા. જેમાં કાળા હરણના શિકાર મામલે અભિનેતા સલમાન ખાનનો પણ કેસ સામેલ છે. તેમણે ભ્રષ્ટાચારના એક કેસમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને જન્મતિથિ સંલગ્ન એક કેસમાં પૂર્વ સેના પ્રમુખ જનરલ વી કે સિંહનું પણ પ્રતિનિધિત્વ કરેલું છે. જસ્ટિસ યુયુ લલિત અને આદર્શ કે ગોયલની એક સુપ્રીમ કોર્ટ બેન્ચે જ કોર્ટમાં સીસીટીવી કેમેરા પર કાર્યવાહી રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી. તેઓ ૨૦૧૭માં ટ્રિપલ તલાક કેસની સુનાવણી અને તેને ગેરબંધારણીય જાહેર કરનારા જજાેની બેન્ચનો પણ ભાગ રહ્યા છે. જસ્ટિસ લલિત મહારાષ્ટ્રના છે. તેઓ જૂન ૧૯૮૩માં બાર એસોસિએશનમાં જાેડાયા. તેમણે ૧૯૮૬થી ૧૯૯૨ સુધી પૂર્વ અટોર્ની જર્નલ સોલી જે સોરાબજી સાથે કામ કર્યું. ૯ નવેમ્બર ૧૯૫૭ના રોજ જન્મેલા જસ્ટિસ યુયુ લલિત જૂન ૧૯૮૩માં એક વકીલ તરીકે નામાંકિત છે. તેમણે ડિસેમ્બર ૧૯૮૫ સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. ૧૯૮૬થી તેમણે દિલ્હીમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી. એપ્રિલ ૨૦૦૪માં તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નોમિનેટ થયા. તેઓ બે કાર્યકાળ માટે ભારતની સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના સભ્ય બન્યા અને ૧૩ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નિયુક્ત થયા.

