નવીદિલ્હી
પ્રધાન નરેન્દ્ર મોદીએ?સુપ્રીમ કોર્ટમાં આયોજિત બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે ઈ-કોર્ટ પ્રોજેક્ટ અને જી૩ઉછજીજી વેબસાઈટ હેઠળ અનેક પહેલોની શરૂઆત કરી છે. પીએમ મોદીએ ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરેલી પહેલોમાં વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક, જસ્ટિસ મોબાઈલ એપ ૨.૦, ડિજિટલ કોર્ટ અને જી૩ઉછજીજીનો સમાવેશ થાય છે. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ, બંધારણ સભાએ ભારતના બંધારણને અપનાવ્યું હતું, જે નિમિત્તે ૨૬ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. બંધારણ દિવસની ઉજવણી વર્ષ ૨૦૧૫માં શરૂ થઈ હતી. બંધારણ દિવસની ઉજવણીમાં પીએમ મોદીએ કહ્યું, ‘આજના દિવસે ૧૯૪૯માં જ્યારે સ્વતંત્ર ભારતે પોતાના માટે એક નવા ભવિષ્યનો પાયો નાખ્યો હતો. આ વખતનો બંધારણ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારતે તેની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે તેમણે મુંબઈ આતંકી હુમલા (૨૦૦૮)ને પણ યાદ કર્યો, જેની આજે ૧૪મી વર્ષગાંઠ છે. આ હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું કે, ‘૧૪ વર્ષ પહેલા જ્યારે ભારત પોતાના બંધારણ અને નાગરિકોના અધિકારોનો તહેવાર મનાવી રહ્યો હતો, તે જ દિવસે માનવતાના દુશ્મનોએ સૌથી મોટા આતંકવાદીને અંજામ આપ્યો હતો. ભારત પર હુમલો કર્યો હતો. પીએમે કહ્યું, ‘દુનિયા ભારત તરફ મોટી અપેક્ષાઓ સાથે જાેઈ રહી છે. અગાઉ ભારત વિશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તે તેની સ્વતંત્રતા જાળવી શકશે નહીં. આજે એ જ દેશ પોતાની તમામ વિવિધતાઓ પર ગર્વ લઈને સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધી રહ્યો છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજુ પણ હાજર હતા. આ દરમિયાન તેમણે કહ્યું, ‘બંધારણ એ આધારશિલા છે જેના પર ભારતીય રાષ્ટ્ર ઊભું છે અને દર વર્ષે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે. આજે આ અવસર મને બંધારણના ઘડવૈયાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે. તેમણે કહ્યું, ‘બાબાસાહેબ ડૉ.બી. આર. આંબેડકરના શબ્દો યાદ કરવા યોગ્ય રહેશે જ્યારે તેમણે એમ કહીને ચેતવણી આપી હતી કે આ સ્વતંત્રતાએ આપણને મોટી જવાબદારીઓ આપી છે તે આપણે ભૂલવું ન જાેઈએ. આઝાદી મળ્યા પછી અંગ્રેજાેને ખોટા ગણાવવાનું બહાનું આપણે ગુમાવ્યું છે.
