Delhi

જેલમાંથી છુટ્યા બાદ દોષિત નલિનીએ કહ્યું કે, “ગાંધી પરિવારને મળવું હવે શક્ય નથી”

નવીદિલ્હી
રાજીવ ગાંધી હત્યાકાંડના ૬ દોષિતોમાંથી એક નલિની શ્રીહરને ૩૨ વર્ષની સજા દરમિયાન તેને મદદ આપવા માટે તમિલનાડૂ અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, તે પોતાના પરિવાર સાથે રહેવા માગે છે. શ્રીહરન , જે દેશમાં સૌથી લાંબા સમય સુધી આજીવન કારાવાસની સજા કાપનારી મહિલા કેદી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શનિવારે વેલ્લોર જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આરપી રવિચંદ્રન સહિત તમામ છ દોષિતોને મુક્ત કરવા માટે કહ્યું હતું. જેલમાંથી બહાર આવતા, તેણે તમિલનાડૂના લોકોના આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, તેમણે ૩૨ વર્ષ સુધી મારુ સમર્થન કર્યું. એએનઆઈ સાથે વાત કરતા નલિનીએ પોતાના ભવિષ્યની યોજના વિશે જણાવ્યું છે. તેણે કહ્યું કે, હું મારા પરિવાર સાથે રહેવા માગું છું. મારા પરિવારના તમામ સભ્યો આટલા લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા. હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું. તેમણે આ દરમિયાન ઘણી મદદ કરી. ત્યાર બાદ એક સવાલ એવો પણ આવ્યો કે, શું તેઓ જેલમાંથી છુટ્યા બાદ હવે ગાંધી પરિવારને મળશે, નલિનીએ કહ્યું કે, ના આવી કોઈ યોજના નથી. નલિનીએ કહ્યું કે, મારા પતિ જ્યાં પણ જશે, ત્યાં જઈશ. અમે ૩૨ વર્ષ અલગ રહ્યા છીએ. અમારો પરિવાર રાહ જાેઈ રહ્યો છે. હું ગાંધી પરિવારને મળવાની યોજના નથી બનાવી રહી. કેસ ચાલી રહ્યો છે. તેમને મળવાની કોઈ શક્યતાઓ નથી. મને પેરોલ આપવા માટે રાજ્ય સરકારને ધન્યવાદ આપું છું. હું એટલા માટે સુપ્રીમ કોર્ટ જઈ શકી અને પોતાના સ્તર પર સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો. દોષિતાના સારા આચરણને ધ્યાનમાં રાખતા ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને બીવી નાગરત્નાની બે ન્યાયાધીશોની પીઠ દ્વારા પસાર થયેલા આદેશ પર ટિપ્પણી કરતા નલિનીએ કહ્યું કે, ન્યાયધીશોએ અમારા કેસનું અધ્યયન કર્યું અને તેમને ખબર છે કે, શું ખોટું છે અને શું સાચું છે.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *