નવીદિલ્હી
દરેક પુત્ર પોતાના માતા-પિતાને આખા જગતની ખુશીઓ આપવા માંગતો હોય છે. હંમેશા પોતાના માતા-પિતાને ગૌરવનો અનુભવ કરાવવા માંગતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યા છે. એર એરેબિયા ફ્લાઇટના પાયલટે પોતાના માતા-પિતા સાથે અચાનક મુલાકાત કરીને તેમના ચહેરા પર મુસ્કાન લાવી દીધી હતી. માતા-પિતા પોતાની ફ્લાઇટમાં સવાર થઇ ગયા પણ તે એ વાતથી અજાણ હતા કે તેમનો પુત્ર વિમાન ઉડાવવા જઈ રહ્યો છે. આ પછી પાયલટ પુત્રએ પોતાના માતા-પિતાને કોકપીટમાં પણ બેસાડ્યા હતા. પાયલટ પોતાના માતા-પિતાને રાજસ્થાનના જયપુરમાં તેમના ઘરે લઇ ગયો હતો. પાયલટ કમલ કુમારે આ આખી ઘટના પોતાના ઇંસ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. વીડિયોની શરૂઆત તેની માતાની વિમાનમાં પ્રવેશ કરવાની અને પોતાના પુત્રને શોધવાની સાથે થાય છે. તે થોડા સમય માટે રોકાય છે અને ખુશીથી પુત્રનો હાથ પકડીને હસે છે. ક્લિપમાં કોકપીટની અંદર પોતાના પરિવારના સભ્યો સાથે બેસેલા પાયલટની તસવીર પણ જાેવા મળી રહી છે. વીડિયોમાં લખ્યું છે કે ફ્લાઇટમાં આશ્ચર્યચકિત પરિવાર અને તેમને ઘરે લઇ જવામાં આવી રહ્યા છે. આ કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે જ્યારથી મેં ઉડાન ભરવાની શરુ કરી છે ત્યારથી હું તેની રાહ જાેઈ રહ્યો હતો અને આખરે મને તેમને જયપુર પાછા ઘરે લઇ જવાની તક મળી. આ એક સારો અનુભવ છે. ક્લિપને અત્યાર સુધીમાં ૯૫,૦૦૦થી વધારે લાઇક્સ મળી ચૂક્યા છે. લોકોએ કોમેન્ટ બોક્સમાં પણ રસપ્રદ જવાબો આપ્યા છે. સાથે વીડિયો શેર કરીને લખ્યું કે તેને કેટલો ખુશ કરે છે. એક યુઝરે વીડિયો જાેયા પછી લખ્યું કે દરેક મહત્વકાંક્ષી પાયલટનું સપનું. અન્ય એક યુઝરે લખ્યું કે અત્યાર સુધીનો સૌથી સારો અનુભવ. અન્ય એક યુઝરે લખ્યું કે આજે પણ યાદ છે તે દિવસો જયારે માતા પ્રથમ વખત ફ્લાઇટમાં બેસ્યા હતા. કમાલની વાત છે.
