Delhi

જ્ઞાનવાપી અંગે વારાણસી કોર્ટમાં ૩૦મેના રોજ સુનાવણી યોજાશે

નવીદિલ્હી
જ્ઞાનવાપી મસ્જિદના મામલે વારાણસી કોર્ટમાં સુનાવણી થઇ હતી. આ દરમિયાન બંને મુસ્લિમ પક્ષે અરજી નકારી કાઢવાની માંગ કરી હતી. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે કેસ ચાલશે કે નહી તેના પર સુનાવણી થવાની છે. ગુરૂવારે સુનાવણીની અંદર ‘પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટ’ પર પણ ચર્ચા થઇ. મુસ્લિમ પક્ષે આ દરમિયાન ૧૯૯૧ એક્ટનો હવાલો આપ્યો. તો બીજી તરફ મુસ્લિમ પક્ષે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે શિવલિંગનું અસ્તિત્વ કથિત છે, આ હજુ સુધી સાબિત થયું નથી. મુસ્લિમ પક્ષે કહ્યું કે અફવાઓના લીધે સાર્વજનિક અશાંતિ થાય છે. જેની અનુમતિ ન આપવામાં આવે. સુનાવણી બાદ હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું હતું કે આજે મુસ્લિમ પક્ષે ચર્ચા શરૂ કરી છે અને તેમની સુનાવણી પુરી થઇ છે. હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જિલ્લા ન્યાયાધીશને સૂચિત કર્યા કે જ્ઞાનવાપી મસ્જિદની અંદર મળી આવેલા કથિત શિવલિંગને ”ચકરી” થી ક્ષતિગ્રસ્ત ગણાવ્યું છે. જ્ઞાનવાપી પ્રકરણમાં જિલ્લા ન્યાયાધીશના આદેશ પર એક વકીલને કોર્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ્ઞાનવાપી કેસની સુનાવણી હવે વારાણસી જિલ્લા જજ કરી રહ્યા છે. વારાણસી જિલ્લા કોર્ટમાં શુક્રવારે આ મુદ્દે સુનાવણી થઇ કે શું સર્વેનો રિપોર્ટ અને વીડિયોગ્રાફીને સાર્વજનિક કરવામાં આવે. આ વિષય પર હિંદુ અને મુસ્લિમ પક્ષોનું સૂચન અલગ અલગ હતું. જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કોર્ટને અનુરોધ કર્યો છે સર્વેક્ષણની તસવીરો અને વીડિયો સાર્વજનિક ન થવા દે. તો બીજી તરફ હિંદુ પક્ષે તેનો વિરોધ કર્યો. બંને પક્ષોને ૩૦ મેન સર્વે અને વીડિયોગ્રાફીનો રિપોર્ટ સોંપવામાં આવશે. સુનાવણી બાદ મુસ્લિમ પક્ષના વકીલ મેરાજુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું કે અમે અનુરોધ કર્યો છે કે આયોગનો રિપોર્ટ, તસવીરો અને વીડિયો ફક્ત સંબંધિત પક્ષો સાથે શેર કરવામાં અને રિપોર્ટને સાર્વજનિક ન કરવામાં આવે. ૩૦ના રોજ સુનાવણી થશે. તમને જણાવી દઇએ કે દાવો કરવામાં આવ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં મંદિર હોવાના ઘણા પુરાવા મળ્યા છે. તો બીજી તરફ વારાણસીમાં કોર્ટમાં હવે આગામી સુનાવણી ૩૦ મેના રોજ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *