Delhi

જ્હોન્સન એન્ડ જ્હોન્સન ટેલ્કમ આધારિત બેબી પાવડરનું વેચાણ બંધ કરશે

નવીદિલ્હી
જાેન્સન એન્ડ જાેન્સન આગામી વર્ષથી વૈશ્વિક સ્તરે પ્રખ્યાત તેના ટેલ્કમ આધારિત બેબી પાવડરનું વેચાણ બંધ કરશે. આ પાવડરથી કેન્સર થતું હોવાના અનેક કાનૂની દાવા બાદ કંપનીએ આ ર્નિણય કર્યો છે. અગાઉ કંપની અમેરિકા અને કેનેડામાં આ પ્રોડક્ટ્‌સનું વેચાણ બંધ કરી ચુકી છે. કંપની હવે ટેલ્કમની જગ્યાએ કોર્નસ્ટાર્ચનો ઉપયોગ કરશે. જે એન્ડ જેએ ગુરુવારએ જણાવ્યું હતું કે કંપનીએ તેના પ્રોડક્ટ્‌સ પોર્ટફોલિયોના વિશ્લેષણ બાદ ટેલ્કમ પાવરની જગ્યાએ કોર્નસ્ટાર્ચનો તેના તમામ બેબી પાવર પ્રોડક્ટ્‌સમાં ઉપયોગ કરવાનો કોમર્શિયલ ર્નિણય કર્યો છે. કંપની સામે આ પાવડરથી ગર્ભાશયનું કેન્સર થતું હોવાના આરોપ લગાવતા દાવા થયા છે. તેનાથી ફેંફસા અને બીજા અવયનો પર હુમલા કરતું કેન્સર થતુ હોવાના પણ દાવા થયા છે. જાેકે જે એન્ડ જે જણાવે છે કે મોટાભાગના મેડિકલ રિસર્ચ દર્શાવે છે કે ટેલ્કમ પાવર સુરક્ષિત છે અને કેન્સર થતું નથી. જાેકે આ પાવડરના વેચાણમાં ઘટાડો થયો હતો અને કંપનીએ ૨૦૨૦માં નોર્થ અમેરિકામાંથી તેની ટેલ્કમ આધારિત પ્રોડક્ટ્‌સ પાછી ખેંચી લીધા હતા.

Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *