Delhi

ઝારખંડની સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સોનુ પણ વહે છે

નવી દિલ્હી
ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સાથે સોનુ પણ વહેવાના કારણે તે સ્વર્ણરેખા નદીના નામથી ઓળખાય છે. ઝારખંડમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં સ્થાનિક આદિવાસીઓ આ નદીમાં સવારે જાય છે અને દિવસભર રેત ચાળીને સોનાના કણ ભેગા કરે છે. આ કામ અનેક પેઢીઓથી ચાલતું આવ્યું છે. તમાડ અને સારંડા જેવા અનેક વિસ્તારો છે જ્યાં પુરુષો, મહિલાઓ અને બાળકો સવારે ઉઠીને નદીમાંથી સોનું ભેગું કરવા જાય છે. આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વહે છે અને તેનું ઉદ્‌ગમ ઝારખંડના રાંચી શહેરથી લગભગ ૧૬ કિમી દૂર છે. આ નદી સંલગ્ન એક ચોંકાવનારી વાત એ છે કે રાંચી સ્થિત આ નદી પોતાના ઉદ્‌ગમ સ્થળથી નીકળ્યા બાદ તે વિસ્તારની કોઈ પણ અન્ય નદીમાં જઈને મળતી નથી. પરંતુ તે નદી સીધી બંગાળની ખાડીમાં જઈને પડે છે. અહીં રિસર્ચ કરી ચૂકેલા અનેક ભૂવૈજ્ઞાનિકોનું માનવું છે કે આ નદી પથ્થરોમાંથી પસાર થઈને આગળ વધે છે અને આ કારણસર તેમાં સોનાના કણ આવી જાય છે. જાે કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે વાત હજુ સુધી જાણવા મળી નથી. સ્વર્ણ રેખાની એક સહાયક નદી ‘કરકરી’ની રેતીમાં પણ સોનાના કણ મળે છે. જ્યારે કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે સ્વર્ણ રેખા નદીમાં જે સોનાના કણ મળી આવે છે તે કરકરી નદીમાંથી વહીને આવે છે. નદીની રેતમાંથી સોનું ભેગું કરવા માટે લોકોએ દિવસભર મહેનત કરવી પડે છે. આદિવાસી પરિવારના લોકો દિવસભર પાણીમાં સોનાના કણ શોધવાનું કામ કરે છે. દિવસભર કામ કર્યા બાદ સામાન્ય રીતે એક વ્યક્તિ એક કે બે સોનાના કણ જ મેળવી શકે છે. એક કણને વેચીને ૮૦થી ૧૦૦ રૂપિયા મળે છે. આ પ્રકારે સોનાના કણ વેચીને એક વ્યક્તિ સરેરાશ માસિક ૫થી ૮ હજાર રૂપિયા જ કમાય છે. ભારતમાં ૪૦૦થી પણ વધુ નાની મોટી નદીઓ વહે છે. દેશભરમાં વહેતી આ નદીઓની કોઈ ને કોઈ ખાસિયત ચોક્કસ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી નદી વિશે જણાવીશું જે સોનાની નદી કહેવાય છે. અહીં પાણીમાંથી સોનું નીકળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સેંકડો વર્ષો પછી પણ વૈજ્ઞાનિકોને એ ખબર નથી પડી કે આ નદીમાં સોનું કેમ વહે છે. એટલે કે નદીનું સોનું વૈજ્ઞાનિકો માટે હજુ પણ રહસ્ય છે.

Swarnarekha-River-of-the-country-where-Gold-flows-with-water.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *