ન્યુદિલ્હી
ઝારખંડમાં થયેલાં એક કમકમાટીભર્યાં અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રામગઢના રાંચી-પટના હાઇવે પર થયેલાં આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતાં અને કેટલાક લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત પેટ્રોલ પંપ પર લાગેલાં ઝ્રઝ્ર્ફ કૅમેરામાં કેદ થઈ ગયો હતો. જેમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, ફુલ સ્પીડમાં એક ટ્રેઇલર આવે છે. અચાનક ટ્રેઇલર પલટી જાય છે અને બે કાર સહિત અન્ય બે બાઇકચાલક પર પલટી જાય છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આરોપી ટ્રેઇલરચાલકની તપાસ હાથ ધરી છે.
