નવીદિલ્હી
યુએઈ ટી૨૦ લીગના ચેરમેન ખાલિદ અલ ઝરૂનીના જણાવ્યાં મુજબ ઢઈઈ જેવો વિશ્વસનીય બ્રોડકાસ્ટ પાર્ટનર મળે તેનાથી વધારે સંતોષજનક બીજુ કઈ હોઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેઓ કંપનીના એમડી અને સીઈઓ પુનિત ગોયંકા અને ઢઈઈ ના દક્ષિણ એશિયા બિઝનેસ હેડના પ્રેસિડેન્ટ રાહુલ જાેહરીના લીગ પર ભરોસો દર્શાવવા બદલ આભારી છે. ઢઈઈ એ યુએઈ ટી૨૦ લીગ સાથે ખેલ પ્રસારણમાં ફરીથી પ્રવેશ કરવાનો ર્નિણય લીધો અને આ તેમનું પહેલું મીડિયા રાઈટ્સ અધિગ્રહણ છે તે તો વધુ આનંદની વાત છે. તેમણે કહ્યું કે પૂરો વિશ્વાસ છે કે અમારી લીગને ઉત્કૃષ્ટ સ્તરે લઈ જવા માટે ઢઈઈ પાસે દર્શકોની સંખ્યા છે. અત્રે જણાવવાનું કે આ લીગમાં કુલ ૬ ટીમો વચ્ચે ૩૪ જેટલી મેચ રમાશે. લીગમાં સામેલ થનારી ટીમોમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, લાન્સર કેપિટલ, અદાણી સ્પોર્ટ્સલાઈન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જીએમઆર ગ્રુપ અને કેપરી ગ્લોબલ સામેલ છે. ઝીની ૧૯૦થી વધુ દેશોમાં હાજરી હોવાના કારણે આ લીગને દર્શકો અને પાર્ટનર્સ સુધી પહોંચવામાં મદદ મળશે. બિઝનેસ સાથે એડવાર્ટાઈઝર્સ અને ડિસ્ટ્રીબ્યૂશન પાર્ટનર્સ સાથે મળીને ઝી ની મલ્ટી પ્લેટફોર્મ સ્ટ્રેટેજી દ્વારા લીગને ૧૦૦ મિલિયનથી વધુ ઘરોમાં પહોંચાડવામાં મદદ મળશે. ેંછઈ ્૨૦ ન્ીટ્ઠખ્તેીનું ઝીની ૧૦ લિનિયર ચેનલો પર ૐજીસ્ (હિન્દી સ્પીકિંગ માર્કેટ્સ) દક્ષિણ અને પૂર્વ ક્ષેત્રોમાં અંગ્રેજી, તમિલ, હિન્દી ભાષાઓમાં પ્રસારણ થશે. આ સિવાય દર્શકો ઢઈઈ૫ પર લાઈવ સ્ટ્રિમિંગ પણ લાભ લઈ શકશે તથા ગ્લોબલ રેડિયો ઉપર પણ મજા માણી શકાશે. ટી૨૦ ક્રિકેટ લીગની દુનિયાભરમાં લોકપ્રિયતા વધી રહી છે. ત્યારે યુએઈના એમિરાટ્સ ક્રિકેટ બોર્ડે પણ પોતાની યુએઈ ટી૨૦ લીગ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઝી ગ્રુપ આ લીગનું સીધુ પ્રસારણ કરશે. ઈઝ્રમ્ એ આ માટે ઢઈઈ ગ્રુપ સાથે ૧૨૦ મિલિયન ડોલરમાં ૧૦ વર્ષની ડીલ કરી છે. એમિરાટ્સ ક્રિકેટ બોર્ડ (ઈઝ્રમ્) દ્વારા અધિકૃત રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આ લીગમાં ૬ ટીમ હશે અને કુલ ૩૪ મેચ રમાશે. અલગ અલગ દેશોની ક્રિકેટ ટીમના ધૂરંધર ખેલાડીઓ આ લીગમાં ભાગ લેશે. મળતી માહિતી મુજબ એક ટીમમાં વધુમાં વધુ ૮ વિદેશી ખેલાડીઓને રમવાની મંજૂરી હશે. આઈપીએલમાં એક ટીમમાં વધુમાં વધુ ૪ વિદેશી ખેલાડીઓને રમવાની મંજૂરી હોય છે.ેંછઈ માં યોજાયેલી ટી૨૦ લીગના ગ્લોબલ રાઈટ્સ દિગ્ગજ મીડિયા હાઉસ ઢઈઈ ને મળ્યા છે. અમિરાટ્સ બોર્ડ તરફથી આજે આ અંગે જાહેરાત કરવામાં આવી. ગ્લોબલ મીડિયા અને એન્ટરટેઈન્મેન્ટ પાવર હાઉસ ઢઈઈ સાથે લાંબા ગાળાનો મીડિયા રાઈટ્સ કરાર થયો છે. અત્રે જણાવવાનું કે આ ટી૨૦ લીગનું લાઈવ પ્રસારણ ઝીની લીનિયર ચેનલો અને તેના ઓટીટી પ્લેટફોર્મ ઢઈઈ૫ પર કરવામાં આવશે. ેંછઈ ની આ ટી૨૦ લીગ એક પ્રોફેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. જેમાં ૬ ટીમો હશે.
