નવીદિલ્હી
યુક્રેન અને રશિયાની વચ્ચે છ મહિનાથી પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યુ છે. આ યુદ્ધમાં યુક્રેનને ભારે નુકસાન થયું છે. તેના કેટલાય મોટા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. રશિયાની સરખામણીમાં યૂક્રેન કમજાેર હોવા છતાં પાછળ હટ્યા વિના મુકાબલો કરી રહ્યું છે. આ વચ્ચે શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સકીએ ટ્વીટર પર પોસ્ટ કરી. જે થોડાં જ સમયમાં ટ્રેન્ડ થવા લાગી. આ પોસ્ટની ખાસિયત એ હતી કે તે માત્ર એક જ શબ્દની હતી. માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર પોસ્ટ કરવા માટે શબ્દોની લિમિટ હોય છે. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સકીએ માત્ર એક જ શબ્દની પોસ્ટ કરી. હવે આ ચર્ચાનો વિષય બન્યું છે. પોતાનો મેસેજ લોકો સુધી પહોંચાડવા માટે શુક્રવારે કરેલી પોસ્ટમાં ઝેલેન્સકીએ માત્ર ‘સ્વતંત્રતા’ લખ્યું. ઝેલેનસ્કીનો આ એક શબ્દનો મેસેજ પોસ્ટ કર્યાની થોડી વારમાં જ ટ્વીટરની ટ્રેન્ડિંગ લિસ્ટમાં શામેલ થઈ ગયો. ઘણી વાર મોટી મોટી બ્રાન્ડ અને સેલેબ્રિટિઝ એક શબ્દના ટ્વીટ કરે છે, જેથી તેમની પોસ્ટને એક મહત્વની ઓળખ મળી શકે. રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમયે આ એક શબ્દ ‘સ્વતંત્રતા’નું ટ્વીટ તે દર્શાવવા માટે હોઈ શકે છે કે યુક્રેનના લોકો માટે આ જંગ શું છે. ઝેલેનસ્કીને આ એક શબ્દના ટ્વીટથી હજારો શબ્દોની એક તસવીરને ચિત્રિત કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિની આ પોસ્ટને સોશિયલ મીડિયામાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ટ્વીટને અત્યાર સુધી ૧૭૫દ્ભ લોકોએ પસંદ કરી છે. જ્યારે ૧૬ હજાર લોકોએ રીટ્વીટ કર્યુ છે. ઝેલેન્સકીના આ ટ્વીટના જવાબમાં લોકોએ કેટલાય પ્રકારના મીમ્સ અને ટિપ્પણીઓ પણ શેર કરી છે. ઝેલેન્સકીના વન વર્ડ ટ્રેન્ડે ટ્વીટર પર હલચલ મચાવી દીધી છે.
