નવીદિલ્હી
પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ ૨૯ જુલાઈથી ૩ ઓગસ્ટ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સમાં બાર્બાડોસ, ભારત અને ઓસ્ટ્રેલિયા સામે રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, શ્રીલંકા સામેની સફળ શ્રેણી બાદ અમે સમાન વિનિંગ કોમ્બિનેશન જાળવી રાખવાનો ર્નિણય કર્યો છે. અમારા વરિષ્ઠ ક્રિકેટરોએ માત્ર મહાન ક્રિકેટ કૌશલ્ય જ દર્શાવ્યું નથી, પરંતુ અમારા યુવા ખેલાડીઓ પણ તેજસ્વી હતા અને જ્યારે પણ ટીમને તેમની જરૂર હોય ત્યારે જવાબદારી લીધી હતી. કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ભારતીય ટીમ ૨૯ જુલાઈથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ બાદ ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને થશે, આ મેચ ૩૧ જુલાઈએ રમાશે. આ સાથે જ ટીમની ત્રીજી મેચ બાર્બાડોસ સામે થશે. આ મેચ ૩ ઓગસ્ટના રોજ રમાશે. પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ બિસ્માહ મારૂફ (ષ્ઠ), આમીન અનવર, આલિયા રિયાઝ, અનમ અમીન, આયેશા નસીમ, ડાયના બેગ, ફાતિમા સના, ગુલ ફિરોઝા (ુા), ઇરમ જાવેદ, કાઇનત ઇમ્તિયાઝ, મુનીબા અલી સિદ્દીકી (ુા), નિદા દાર, ઓમાઇમા સોહેલ, સાદિયા ઇકબાલ અને તુબા હસન.ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટના મેદાન પર રમાતી દરેક મેચ કોઈ શાનદાર મેચથી ઓછી નથી હોતી. ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ૩૧મી જુલાઈએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ પાકિસ્તાન ટીમની જાહેરાત કરી દીધી છે. આગામી મહિને યુનાઇટેડ કિંગડમના બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ ૩૧ જુલાઈએ ટકરાશે. આ પહેલા પાકિસ્તાનની મહિલા ટીમ ૧૬ થી ૨૪ જુલાઈ સુધી બેલફાસ્ટમાં ્૨૦ વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. બે શ્રેણી માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ રિઝર્વ ખેલાડીઓ સહિત ૧૮ ખેલાડીઓની પસંદગી કરી છે.


