Delhi

ટીમ ડેવિડને ઓસ્ટ્રેલિયાની ટી૨૦ વર્લ્ડકપ ટીમમાં મળ્યું સ્થાન

નવીદિલ્હી
સિંગાપોરમાં જન્મેલા આક્રમક બેટ્‌સમેન ટીમ ડેવિડને ઓસ્ટ્રેલિયાની ટી૨૦ વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરામાં આવ્યો છે જ્યારે ઓપનર ડેવિડ વોર્નરને ભારત પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે ૧૫ સભ્યોની ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરી હતી. ટીમ ડેવિડ વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે અને તેણે ૨૦૧૯-૨૦માં સિંગાપોરમાં ૧૪ ટી૨૦ મેચ રમી છે જેમાં ૪૬.૫ની સરેરાશ રહી હતી. આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના નિયમો મુજબ ટીમ ડેવિડ તાત્કાલિક અસરથી ઓસ્ટ્રેલિયા તરફથી રમી શકે છે. ટીમ ડેવિડે ક્રિકેટની ટૂંકી ફોર્મેટમાં પોતાની આગવી જગ્યા બનાવી છે અને તે વિશ્વભરમાં ટી૨૦ લીગમાં પણ રમી રહ્યો છે. ચાલુ વર્ષના પ્રારંભે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે ટીમ ડેવિડને રૂ. ૮.૨૫ કરોડમાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયન પસંદગી સમિતિના અધ્યક્ષ જાેર્જ બેલીએ જણાવ્યું કે, ટીમ ડેવિડે વિશ્વની જુદી જુદી લીગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાની ક્ષમતા પુરવાર કરતા ટીમમાં જગ્યા બનાવી છે. એરોન ફિન્ચના નેતૃત્વ હેઠળની ૧૫ સભ્યોની ટીમ ચાલુ મહિનાના અંતે ભારતનો પ્રવાસ પણ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦ સપ્ટેમ્બરથી ત્રણ ટી૨૦ મેચ રમાશે. વોર્નરને ભારત પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને કેમરુન ગ્રીનને ટીમમાં તક આપવામાં આવી છે. ગત વર્ષે વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમમાં ફક્ત એક બદલાવ કરાયો છે. અને ઓસ્ટ્રેલિયાની ટી૨૦ વર્લ્ડ કપ ટીમ વિષે જાે વાત કરીએ તો એરોન ફિન્ચ (કેપ્ટન), પેટ કમિન્સ (વાઈસ કેપ્ટન), એશ્ટન એગર, ટીમ ડેવિડ, જાેશ હેઝલવુડ, જાેશ ઈંગલિસ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નસ, એડમ ઝામ્પા. (ભારત પ્રવાસમાં વોર્નરના સ્થાને કેમરૂન ગ્રીન સહિતનો સમાવેશ થાય છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *