Delhi

ટેલિકોમ કંપનીને તેમના ગ્રાહકોના ડેટા ૨ વર્ષ સુધી સાચવવાનો સરકારનો આદેશ

નવીદિલ્હી
દેશની કેટલીક સુરક્ષા એજન્સીને તેમની તપાસ માટે એક વર્ષ કરતાં જૂના ડેટાની પણ વિશેષ જરૂર પડે છે. જાે આ ટેડા તેમને ન મળે તો તપાસમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. અને તપાસમાં મોડું પણ થાય છે. એટલું જ નહીં ટેલિકોમ કંપની દ્વારા જૂના ડેટા શોધી આપવામાં પણ વધારે સમય લેવાતા તપાસ અટવાઇ પડે છે. જેના પગલે તમામ કંપનીઓ સાથે બેઠક કરીને સમયમર્યાદા બે વર્ષ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ટેલિકોમ સેવા પૂરી પાડતી દેશની કંપનીઓને લાઇસન્સ આપતા સમયે જ અનેક શરતો રાખવામાં આવે છે. જે પૈકીની એક શરત સીડીઆર એટલે કે કૉલ ડેટા રિપોર્ટ આપવાની છે. જેની માગણી સરકારી તપાસ એજન્સીઓ તેમજ કોર્ટ દ્વારા કરવામાં આવે ત્યારે જ કંપની દ્વારા સીડીઆર આપવામાં આવતા હોય છે. ટેલિકોમ સેવાઓ પૂરી પાડતી કંપનીઓ માટે ટેલિકોમ વિભાગ દ્વારા કૉલ અને ઇન્ટરનેટના ડેટા સાચવવાની સમયમર્યાદા ૧૨ મહિના એટલે કે એક વર્ષ સુધીની રાખવામાં આવી હતી. જાેકે, કંપનીઓ દ્વારા સાવચેતીના પગલા રૂપે તે ડેટા ૧૮ મહિના સુધી સાચવી રાખવામાં આવતો હતો. ટેલિકોમ કંપનીઓ દ્વારા તેમના ગ્રાહકોના જે ડેટા સાચવી રાખવામાં આવતા હોય છે તેને કેટલીક સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નષ્ટ કરવામાં આવતા હોય છે. ઉપરાંત કંપની દ્વારા તે કાર્યવાહી કરતાં પહેલાં પણ સંબંધિત અધિકારીઓને અથવા એજન્સીઓને તેની સત્તાવાર રીતે જાણ કરવામાં આવે છે. જેમાં સંબંધિત અધિકારી કે એજન્સીને ડેટા મેળવવા માટે ૪૫ દિવસ સુધીનો સમય પણ આપવામાં આવે છે.કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા ટેલિકોમ કંપનીઓને તેમના ગ્રાહકોના કૉલ રેકોર્ડ તેમજ ઇન્ટરનેટ વપરાશના ડેટા બે વર્ષ સુધી સાચવી રાખવા આદેશ કરાયો છે. જેની માટે સુરક્ષાનું કારણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આ સમયમર્યાદા એક વર્ષની હતી. જેમાં સુરક્ષાના કારણોસર વધારો કરવામાં આવ્યો છે.

Telecome-Sector.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *