Delhi

ટોયલેટમાં બે સીનિયર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થિની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું

નવીદિલ્હી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક કેન્દ્રીય વિદ્યાલયમાં ટોયલેટમાં ગેંગરેપની ઘટનાએ કેટલાય સવાલો ઊભા કર્યા છે. ટોયલેટમાં બે સીનિયર વિદ્યાર્થીઓએ ૧૧ વર્ષની એક વિદ્યાર્થિની સાથે કથિત રીતે સામૂહિક દુષ્કર્મ કર્યું છે. પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, આ સંબંધમાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને ક્ષેત્રિય કાર્યલાયમાં પણ તપાસના આદેશ આપ્યા છે. આ કથિત ઘટના જૂલાઈની છે અને પીડિતાએ મંગળવારે દિલ્હી મહિલા આયોગ દ્વારા મામલો ઉઠાવતા પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ ઘટનાને ગંભીર મામલો ગણાવી ડીસીડબ્લ્યૂએ દિલ્હી પોલીસ અને સ્કૂલના આચાર્યને નોટિસ ફટકારી છે. સ્કૂલના અધિકારીઓને એવું કહેવા માટે કહેવાયુ હતું કે, તેમના તરફથી પોલીસને ઘટનાની જાણકારી કેમ ન આપવામાં આવી. આ બાજૂ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ કહ્યું કે, ઘટનાની સૂચના પીડિતા અથવા તેના માતા-પિતાએ સ્કૂલના પ્રિન્સિપાલને નહોતી આપી અને પોલીસ તપાસ બાદ આ મામલો સામે આવ્યો છે. કેવીએસ શિક્ષણ મંત્રાલય અંતર્ગત એક સ્વાયત નિકાય છે અને દેશના ૨૫ ક્ષેત્રોમાં ફેલાયેલી ૧૨૦૦થી વધારે કેન્દ્રીય સ્કૂલોનું સંચાલન કરે છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ મંગળવારે ફરિયાદ નોંધી અને તુરંત મામનો નોંધી લીધો હતો. ડીસીડબ્લ્યૂના અધ્યક્ષ સ્વાતી માલીવાલે કહ્યું કે, અમે દિલ્હીની એક સ્કૂલની અંદર ૧૧ વર્ષની છાત્રા સાથે સામૂહિક બળાત્કારના એક અત્યંત ગંભીર મામલાની જાણકારી મળી. છોકરીએ આરોપ લગાવ્યો છે કે, તેની શાળાના શિક્ષકો આ મામલાને દબાવાની કોશિશ કરે છે. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે, રાજધાનીમાં સ્કૂલમાં પણ બાળકો સુરક્ષિત નથી. તેમણે આ મામલે કડક કાર્યવાહીની માગ કરી છે.
માલીવાલે કહ્યું કે, સાથે જ આ મુદ્દા પર સ્કૂલના અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ થવી જાેઈએ. આયોગના જણાવ્યા અનુસાર, સગીરે આરોપ લગાવ્યો છે કે, જૂલાઈમાં જ્યારે તે પોતાના ક્લાસમાં જઈ રહી હતી, તો તે પોતાની સ્કૂલના બે વિદ્યાર્થીઓ સાથે ટકરાઈ હતી, જે ધોરણ ૧૧ અને ૧૨માં ભણે છે.
ડીસીડબ્લ્યૂના નિવેદનમાં કહેવાયું છે કે, તેણે કહ્યું કે, તેણે બંને વિદ્યાર્થીઓની માફી માગી પણ બંને ગાળો આપવા લાગ્યા અને એક શૌચાલયની અંદર લઈ ગયા. તેણે આરોપ લગાવ્યો છે કે, છોકરાઓએ ટોયલેટ બંધ કરીને અંદરથી દરવાજાે બંધ કર્યો અને તેની સાથે રેપ કર્યો. તેણે જ્યારે આ ઘટનાની જાણકારી શિક્ષકોને આપી તો, છોકરાઓને શાળામાંથી ઘરભેગા કરી દીધા છે અને આ મામલાને કથિત રીતે દબાવામાં આવી રહ્યો છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *