નવીદિલ્હી
જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે બુધવારે દેશના ૫૦માં સીજેઆઈ તરીકે શપથ લીધા હતા. ચીફ જસ્ટિસ બન્યા બાદ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ સામાન્ય જનતાના હિતમાં કામ કરશે. તેના થોડા કલાકો બાદ જ કરવામા આવેલી સુનાવણીમાં આ વાત જાેવા મળી હતી. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે એક સફાઈ કર્મચારી વિરુદ્દ આવેલી અરજી પર તમિલનાડૂ સરકારને ફટકાર લગાવી હતી. તમિલનાડૂ સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી લેતા ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે, આ શું થઈ રહ્યું છે? રાજ્ય સરકારે એક સફાઈકર્મી વિરુદ્ધ અપીલમાં કરવા અહીં સુધી આવ્યા છે? આટલી શક્તિશાળી સરકાર અને એક સામાન્ય સફાઈ કર્મચારી વિરુદ્ધ અહીં સુધી આવી ગઈ? આ દુર્ભાગ્યપૂર્ણ છે. હકીકતમાં મદ્રાસ હાઈકોર્ટે હાલમાં જ એક સરકારી સ્કૂલમાં પાર્ટ ટાઈમ જાેબ કરી રહેલા સફાઈ કર્મચારીને સ્થાયી નિયુક્તિમાં મળતા લાભ આપવાનો આદેશ આપ્યો હતો. તેના વિરુદ્ધમાં તમિલનાડૂ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જ્યારે આ કેસ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની બેન્ચ સમક્ષ આવ્યો તો, તેમણે કહ્યું કે, એક માણસે ૨૨ વર્ષ સુધી સ્કૂલમાં પોતાની સેવા આપી હતી. ૨૨ વર્ષ બાદ તે ઘરે પરત ફરે તો કોઈ પેન્શન નહીં, ગ્રેચ્યુટી નહીં. આ આપણા સમાજનો સૌથી નીચું સ્તર છે. નવાઈ લાગે છે કે, સરકાર એક સફાઈ કર્મચારી વિરુદ્ધ કોર્ટ આવી રહી છે. જસ્ટિસ ચંદ્રચૂડે બુધવારે સીજેઆઈનું પદ સંભાળ્યું હતું. ત્યાર બાદ તેમણે કોર્ટ પરિસરમાં આવેલી બાપૂની પ્રતિમા પર પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ સામાન્ય જનતાના હીતમાં કામ કરશે. ત્યાર બાદ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ પોતાની ચેમ્બરમાં ગયા, તેમણે રાષ્ટ્રધ્વજને નમન કર્યું. આ દરમિયાન તેમની પત્ની પણ સાથે હતી. સીજેઆઈ તરીકેનો કાર્યકાળ ૧૦ નવેમ્બર ૨૦૨૪ સુધી બે વર્ષનો રહેશે.
