નવીદિલ્હી
શ્રીલંકામાં ૧ એપ્રિલથી તાત્કાલિક અસરથી કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. સરકારે શનિવારે સાંજે ૬ વાગ્યાથી સોમવારે (૪ એપ્રિલ) સવારે ૬ વાગ્યા સુધી ૩૬ કલાકનો કર્ફ્યુ પણ લાદ્યો હતો. શ્રીલંકાની સરકારે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ટિ્વટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. દેશમાં સરકાર વિરોધી દેખાવો પહેલા, દેશવ્યાપી જાહેર કટોકટી અને ૩૬ કલાકના કર્ફ્યુની ઘોષણા સાથે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતાત સોશિયલ મીડિયાની સેવાઓ ૧૫ કલાક પછી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. આ સેવાઓ સંપૂર્ણ અથવા આંશિક રીતે અવરોધિત કરવામાં આવી હતી.રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ કહ્યું, “શ્રીલંકામાં વર્તમાન કટોકટી અનેક આર્થિક અને વૈશ્વિક પરિબળોને કારણે છે. આ દેશ એશિયાના અગ્રણી લોકશાહી દેશોમાંનો એક છે. આ મુદ્દાને લોકતાંત્રિક રીતે ઉકેલવાની જરૂર છે. આપણે નાગરિકો અને આવનારી પેઢીઓના હિત માટે રાષ્ટ્રીય હિતમાં સાથે મળીને કામ કરવું જાેઈએ. . શ્રીલંકાના કેબિનેટ મંત્રીઓએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું હતું. દેશના શિક્ષણ પ્રધાન અને ગૃહના નેતા દિનેશ ગુણવર્દનેએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટ પ્રધાનોએ શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેને તેમના રાજીનામા સુપરત કર્યા છે. તેમણે સામૂહિક રાજીનામાનું કોઈ કારણ આપ્યું નથી. શ્રીલંકામાં કર્ફ્યુ હોવા છતાં, સાંજે વ્યાપક દેખાવો થયા હતા. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા છે.શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકોમાં ભારે ગુસ્સો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશના તમામ રાજકીય પક્ષોને ઉકેલ શોધવા માટે ‘યૂનિટી ગવર્નમેટ’માં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ રાજપક્ષેએ તમામ રાજકીય પક્ષોને “સાથે મળીને કામ કરવા” અપીલ કરી છે. વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેની કેબિનેટના તમામ ૨૬ પ્રધાનોએ રાજીનામું આપ્યા બાદ શ્રીલંકામાં સંકટ વધુ ગંભીર બન્યું છે.


