Delhi

તમારી કારનું આયુષ્ય તમે થોડું ધ્યાન રાખી વધારી શકો છો

નવીદિલ્હી
કારની સાચવણી કરવી તે એક બાળકને સાચવવા બરાબર છે. કારની જેટલી યોગ્ય રીતે જાળવણી કરવામાં કાર તેટલો સમય વધુ સુધી ચાલી શકે છે. કારની યોગ્ય રીતે જાળવણી કરવાથી એન્જિન બગડવાનું જાેખમ રહેતું નથી. ઉપરાંત કારની યોગ્ય જાળવણી કરવાથી મોંઘવારીના સમયમાં કારને વારંવાર ગેરેજમાં મોકલવી પડતી નથી, કાર વધુ સમય સુધી ચાલી શકે છે અને રીસેલ વેલ્યૂ પણ વધી જાય છે. કાર યોગ્ય રીતે ચાલી શકે તે માટે તમારે એક્સપર્ટ બનવાની જરૂર નથી. કાર સ્મૂધ રીતે ચાલી શકે તે માટે તમારે જ મહેનત કરવી પડશે. તમારે કારની નિયમિતરૂપે સર્વિસ કરાવવી પડશે તથા કારમાં રહેલ અલગ અલગ લ્યૂબ્રિકેન્ટ અને ફ્લૂઈડનો ઉપયોગ કરો તથા સમજદારીપૂર્વક કાર ડ્રાઈવ કરો. કાર લાંબા સમય સુધી ચાલી શકે તે માટે અહીંયા અમે તમને ૧૦ ટિપ્સ જણાવી રહ્યા છીએ. આ ટિપ્સનો ઉપયોગ કરીને તમે તમારી કારની યોગ્ય રીતે જાળવણી કરી શકો છો. તમે સરળ ઉપાયો અપનાવીને કારની એક્સટીરિયર ડિઝાઈનને સ્વચ્છ રાખી શકો છો. કારની ગ્રિલ અને બમ્પરને કાંકરા અથવા જીવજંતુઓથી બચાવવા માટે ટ્રાન્સપરન્ટ ટેપનો ઉપયોગ કરી શકો છો. કારના પેંટને નુકસાનથી બચાવવા માટે ૧૨ મહિનામાં બેથી ત્રણ વાર વેક્સ પોલીશ કરો. કારને નિયમિતરૂપે હાઈપ્રેશરવાળા જેટથી સાફ કરો અથવા બહાર કારવોશ કરાવો. કારની બોડી અથવા પેંટને નુકસાન થવાથી કારની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. પહાડી વિસ્તારમાં અથવા ઢાળવાળી જગ્યાઓ પર ડ્રાઈવિંગ સમયે પાર્કિંગ અથવા હેન્ડ બ્રેકનો ઉપયોગ કરો. જેનાથી કારની પાછળની બ્રેક એડજસ્ટ થાય છે અને કારની લાઈફ વેલ્યૂમાં પણ વધારો થાય છે. વધુ પડતા લ્યુબ્રિકેન્ટનો ઉપયોગ કરવાથી માઈલેજમાં ઘટાડો થાય છે, જેના કારણે એન્જિન પર પ્રેશર આવી શકે છે. એન્જિન પર પ્રેશર આવવાને કારણે એન્જિનને નુકસાન થાય છે. આ કારણોસર નિયમિતરૂપે ઓઈલ લેવલની તપાસ કરો અને ૫,૦૦૦-૮,૦૦૦ કિલોમીટર બાદ ઓઈલ બદલી લો. એન્જિન ઓઈલના કારણે સ્મુધલી ડ્રાઈવિંગ થાય છે, એન્જિનના સાધન સાફ રહે છે અને વધુ પડતા ગરમ થતા નથી. કાર યોગ્ય રીતે ચાલી શકે તે માટે નિયમિતરૂપે ડ્રાઈવ કરવું અને ટાઈમિંગ બેલ્ટની તપાસ કરતા રહેવું જરૂરી છે. ટાઈમિંગ બેલ્ટ ખરાબ થઈ ગયો હોય તેને બદલી લો. બેલ્ટ વોરંટીના સમય પહેલા તૂટી જાય અથવા ફાટી જાય તો કાર નિર્માતાને આ ટાઈમિંગ બેલ્ટ બદલવા માટે જાણ કરો. ટાઈમિંગ બેલ્ટના કારણે એન્જિનને નુકસાન થઈ શકે છે. ઘણી વાર લોકો કારના ટાયર પર વધુ ધ્યાન આપતા નથી. ગરમીના સમયમાં આપમેળે કારના ટાયરનું પ્રેશર વધી જાય છે. જેના કારણે ટાયર ફાટવાની સંભાવના રહે છે. આ કારણોસર ટાયર પર ધ્યાન આપવું જરૂરી છે. ઉનાળામાં કારમાં સૌથી વધુ છઝ્રની જરૂર હોય છે, જેથી કારમાં છઝ્ર ની જાળવણી કરવી જરૂરી છે. કારને ગરમીમાં ઠંડી રાખવી ખૂબ જ મુશ્કેલ હોય છે તથા ગરમીના કારણે કારના કોસ્મેટીક પર પણ ખરાબ અસર થાય છે. આ કારણોસર કાર હંમેશા ઠંડી જગ્યા પર કાર પાર્ક કરો. દર વર્ષે એક કંડીશનિંગ સિસ્ટમમાં લગભગ ૧૦ ટકા ફ્રીજિંગ એજન્ટ વરાળ બનીને ઉડી જાય છે. આ પરિસ્થિતિમાં કેમિકલ બદલવામાં ના આવે તો છઝ્ર ના કોમ્પ્રેસરને નુકસાન થાય છે. છઝ્ર ના કોમ્પ્રેસરને નુકસાન ના થાય તે માટે ત્રણ વર્ષે એક વાર સિસ્ટમની તપાસ કરાવવી જરૂરી છે. ઉપરાંત છઝ્ર નું બ્લોઅર પણ ખરાબ થઈ જાય તો તેને બદલવું જરૂરી છે. શિયાળામાં એન્જિન નોર્મલ ટેમ્પરેચર પર કામ કરે ત્યારે ઈંધણનો વપરાશ અને ઈગ્ઝોસ્ટ ઈમિશન શરૂ થઈ જાય છે.

BN-Cars-Long-Life-Tips.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *