નવીદિલ્હી
આજકાલ તો સોશિયલ મીડિયા પર વીડિઓ વાઈરલ થતા વાર પણ નથી લાગતી અને કોઇ એવું પણ નથી કોઈ વીડિઓ વાઈરલ થાય અને કોઈને જાેવાનો બાકી રહી ગયો હોય આવો એક વીડિઓ તૂટેલા ઘરોમાંથી કાટમાળ ભેગો કરતા લોકોનો છે કે જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ યહી રહ્યું છે. આ દર્દનાક વીડિયો ભારતમાં ઉંચી પોસ્ટ ધરાવતા ૈંઁજી ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટિ્વટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘જ્યાં મિસાઈલ પડી ત્યાં લોકો હવે પોતાના ઘરનો કાટમાળ ભેગો કરી રહ્યા છે, બાળકો નજીકના ઝુલા ઝૂલી રહ્યા છે. બાળકો પર યુદ્ધની ઘણી અસર થાય છે. હું ઈચ્છું છું કે કોઈ બાળકને યુદ્ધનો દિવસ ન જાેવો પડે અને તમામ મુદ્દાઓનો શાંતિપૂર્ણ ઉકેલ આવે. ૪૫ સેકન્ડનો આ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જાેવામાં આવ્યો છે, જ્યારે લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું, ‘દુર્ભાગ્યે લાખો બાળકો માટે યુદ્ધની ભયાનકતા એ સામાન્ય ઈકો-સિસ્ટમ છે, કારણ કે તેઓએ આ સિવાય બીજું કંઈ જાેયું નથી’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ એક હૃદયદ્રાવક વીડિયો છે. યુક્રેન ખૂબ જ દર્દનાક વીડિયો છે કે, જેમાં લોકો રહેણાંક ઈમારતોની બહાર પોતાના ઘરનો કાટમાળ ભેગો કરતા જાેવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ દિલ તોડી નાખે છે, કેવી રીતે લોકોએ પૈસા ભેગા કરીને પોતાનું ઘર બનાવ્યું હશે અને તે એક જ ઝટકામાં નાશ પામ્યું અને આમાં તેમની કોઈ ભૂલ પણ નથી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને યુક્રેનની હાલત ખૂબ જ ખરાબ છે. અહીં રશિયન સેના જગ્યાએ જગ્યાએ મિસાઈલ છોડી રહી છે, જેનાથી લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે. બે દેશોની લડાઈમાં ગરીબ નાગરિકો જીવાતની જેમ કચડાઈ રહ્યા છે. રશિયન સેના યુક્રેનમાં ઊંડે સુધી ઘૂસી ગઈ છે અને શહેરોમાં તબાહી મચાવી રહી છે. રહેણાંક ઈમારતો પર મિસાઈલ છોડવામાં આવી રહી છે, જેના કારણે ઈમારતો જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે. વીડિયોમાં તમે જાેઈ શકો છો કે મિસાઈલના કારણે બહુમાળી ઈમારતો જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે અને લોકો બહાર કાટમાળ એકઠો કરતા જાેવા મળી રહ્યા છે. લાકડા અને લોખંડ ઉપાડીને વાહનોમાં રાખવામાં આવી રહ્યા છે. બાળકો મિસાઈલ હુમલામાં બચી ગયેલા ઝુલાઓ પર ઝૂલતા જાેવા મળે છે. આ ખૂબ જ પીડાદાયક દૃશ્ય છે. જેમના ઘર કોઈ પણ ભૂલ વગર બરબાદ થઈ જાય છે તેમની પીડા તમે ભાગ્યે જ સમજી શકો.