Delhi

ત્રીજી લહેર શરૂ થતાં લેબોરેટરી બહાર ટેસ્ટ કરાવવા લાંબી લાઈનો

નવીદિલ્હી
અમદાવાદની સિવિલ અને સોલા સિવિલમાં અત્યારે કોવિડ શંકાસ્પદના રોજના ૭૦થી ૧૦૦ શંકાસ્પદોના કોવિડ ટેસ્ટ થઈ રહ્યા છે. સિવિલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના ડૉક્ટર કનુ પટેલે કહ્યું કે શુક્રવારે બીજે મેડિકલ કોલેજ ખાતે ૭૦ જેટલા શંકાસ્પદ દર્દીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨ દર્દી પોઝિટીવ મળી આવ્યા હતા. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહ સુધી ઓછા પોઝિટીવ કેસ હતા. પરંતુ તેમાં અચાનક ઉછાળો આવ્યો છે. બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલમાં ૮૦ જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨ દર્દી કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. શરદી-ખાંસી, તાવ, ગળામાં દુખાવો હોય તેવા દર્દી ટેસ્ટ માટે આગ્રહ રાખી રહ્યા છે. ખાનગી લેબોરેટરીમાં દર ૧૦૦ ટેસ્ટમાંથી ૮થી ૧૨ દર્દી કોરોના પોઝિટીવ આવી રહ્યા છે. મહત્વનું છે કે ૭ જાન્યુઆરીએ નવા ૫,૩૯૬ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૨૨૮૧ નવા કેસ નોંધાયા છે તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો ૧૮ હજારને પાર એટલે કે ૧૮,૫૮૩ પર પહોંચ્યો છે સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૨,૨૮૧ નવા કેસ નોંધાયા તો સુરત શહેરમાં ૧૩૫૦, વડોદરા શહેરમાં ૨૩૯, રાજકોટ શહેરમાં ૨૦૩ કેસ, વલસાડમાં ૧૪૨, આણંદમાં ૧૩૩ અને ખેડામાં ૧૦૪ કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં સુરત જિલ્લામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને ૧૦,૧૨૮ થયો છે.કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાં જ રોજ રેકોર્ડબ્રેક કેસ વધી રહ્યા છે. જેના કારણે કોરોના ટેસ્ટિંગ માટે સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ફરીવાર કતારો લાગવા લાગી છે. અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર ૧૦૦ કોવિડ ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટિંગમાંથી ૧૫થી ૧૬ દર્દી કોરોના પોઝિટીવ આવી રહ્યા છે.

RTPCR-Test-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *