નવીદિલ્હી
શહેરમાં ફરી એક વખત કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ આઘાતજનક રીતે વધતુ જાેવા મળી રહ્યું છે. કોરોનાનો સાથે ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો હોવા છતા આડેધડ જાહેર કાર્યક્રમને પગલે યુનિવર્સિટીનાં વહીવટી તંત્ર સંકળાયેલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. યુનિવર્સિટીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુશાસન દિવસની ઉજવણી બાદ કુલપતિ કે.એન.ચાવડાને શરદી – ખાસીની સમસ્યા જાેવા મળી હતી. અને ત્યારબાદ તેમનો આર.ટી.પી.સી.આર રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કુલપતિ બાદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ જયદીપ ચૌધરી , એકાઉન્ટ વિભાગના કર્મચારી પંકજ ટંડેલ સહિત યુનિવર્સિટીના વહીવટી કામગીરી સાથે સંકળાયેલા ૧૦ જેટલા કર્મચારીઓને કોરોના નડ્યો હોય યુનિવર્સિટીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્ય વહીવટી અધિકારી એવા કુલપતિ અને કુલસચીવ જ કોરોનાની અડફેટમાં ચઢ્યા હોવાથી છેલ્લી ઘડીએ એકેડમીક કાઉન્સીલ અને ફાયનાન્સની બેઠક રદ કરવાનો વારો આવ્યો છે . કુલપતિ કે.એન.ચાવડાને કોરોનાનું સંક્રમણ નડ્યા બાદ તેમના પત્નિ અને પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે . જયારે તેમના પુત્રનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.રાજકીય મેળાવડા અને આડેધડ જાહેર કાર્યક્રમોને પગલે કોરોના વાયરસે ફરી એક વખત વરવુ સ્વરૂપ ધારણ કર્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં તાજેતરમાં જ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાજરી આપ્યા બાદ કુલપતિ કોરોના વાયરસથી સંક્રમીત થયા હતા. ત્યારબાદ યુનિવર્સિટીમાં જાણે કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ ઇન્ચાર્જ કુલસચિવ, સોશ્યિલોજી વિભાગના અધ્યાપક મધુકર ગાયકવાડ, તેમજ ફીઝીકસ ડિપાર્ટમેન્ટ અધ્યાપક વિભુતી જાેષી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે . નિવર્સિટીના પરિસરમાં એક સાથે અનેક કર્મચારીઓને કોરોનાનું ગ્રહણ નડ્યુ હોવા છતા હાલના તબક્કે યુનિવર્સિટીના તમામ વિભાગો અને વહીવટી કામકાજ ચાલુ રાખ્યું છે. જેથી કર્મચારીઓમાં તેમજ વિદ્યાર્થીઓમાં પણ છુપો રોષ મળ્યો છે અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ડિપાર્ટમેન્ટ તેમજ વહીવટી કામકાજ અટકાવી દેવું જરૂરી બન્યું છે.