Delhi

દબંગ દિલ્હીને મનજીત છિલ્લરે પોતાના દમ પર જીતાડ્યુ

નવીદિલ્હી
દબંગ દિલ્હીએ અનુભવી સંદીપ નરવાલ અને મનજીત છિલ્લરના શાનદાર પ્રદર્શનના આધારે પ્રો કબડ્ડી લીગમાં ગુરુવારે એક નજીકની મેચમાં પટના પાઇરેટ્‌સને ૩૨-૨૯થી હરાવ્યું. ઁદ્ભન્ ઈતિહાસમાં સૌથી વધુ ટેકલ પોઈન્ટ બનાવનાર છિલ્લરે આ રોમાંચક મેચમાં છેલ્લી રેઈડ (એટેક) અને ટેકલ (ડિફેન્સ) સાથે મેચને દિલ્હીની તરફેણમાં ફેરવી દીધી હતી. સ્ટાર રાઇડર નવીન કુમારની ગેરહાજરીમાં, વિજયે દિલ્હી માટે નવ પોઈન્ટ બનાવ્યા જ્યારે નરવાલે ઓલરાઉન્ડર રમત રમીને આઠ પોઈન્ટ એકત્રિત કર્યા. પટનાએ મેચની શરૂઆતની મિનિટોમાં જાેરદાર રમત બતાવી હતી પરંતુ દિલ્હીની ટીમ વિજયની શાનદાર રમતથી બાઉન્સ બેક કરવામાં સફળ રહી હતી. આ પછી નરવાલ અને ચિલ્લરે પોતાના અનુભવનો શાનદાર ઉપયોગ કર્યો અને ટીમને જીત તરફ દોરી ગઈ. દિવસની બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્‌સ અને યુ મુમ્બાની ટીમ આમને-સામને હતી અને મેચ ૨૪-૨૪ની ટાઈમાં સમાપ્ત થઈ હતી. બંને ટીમનો કોઈ ખેલાડી સુપર ૧૦ હાંસલ કરી શક્યો નથી. આ ઓછા સ્કોરિંગ મેચથી બંને પોઈન્ટ ટેબલની સ્થિતિમાં બહુ ફરક પડ્યો ન હતો. યુ મુમ્બા માટે રેઈડર અજિતે ૮ પોઈન્ટ બનાવ્યા, જ્યારે રિંકુએ ડિફેન્સમાં હાઈ ફાઈવ પૂરા કર્યા. મેચમાં કેપ્ટન ફઝલ ખાલી હાથ રહ્યો હતો. હરિંદરે ડિફેન્સમાં પોઈન્ટ બનાવ્યા. બીજી તરફ, અજય કુમારે ગુજરાત જાયન્ટ્‌સ માટે સાત રેઇડિંગ પોઇન્ટ બનાવ્યા જ્યારે તેને ગ્રીન કાર્ડ મળ્યું. રાકેશ નરવાલે પણ છ મહત્વના પોઈન્ટ મેળવ્યા હતા.

Manjit-Chillaar-Pro-Kabbadi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *