Delhi

દિનેશ કાર્તિક પણ મેચ ફીનિશ કરવામાં ધોનીથી કમ નથી ઃ ફાફ ડુ પ્લેસિસ

નવીદિલ્હી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઇપીએલની સિઝનમાં પોતાનું જીતનું ખાતું ખોલ્યું છે, એટલે કે પ્રથમ જીત નોંધાવી દીધી છે. બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને ૩ વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની તેમની પ્રથમ જીત નોંધાવી હતી. તેની જીતનો હીરો બન્યો હસરંગા, તે બોલર જેણે મેચમાં ૪ વિકેટ લીધી હતી. પરંતુ, દિનેશ કાર્તિકે પોતાના બેટથી રમતને આખરી ઓપ આપવાનું કામ કર્યું. તેની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની રહી હતી. વિકેટ કીપર બેટ્‌સમેનની આ ક્ષમતા જાેઈને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ દંગ રહી ગયો. તે કાર્તિકની મેચ ફિનિશિંગ સ્ટાઈલથી ફીદા હતો. અને, તેની સરખામણી તેના જૂના સાથી એમએસ ધોની સાથે કરી છે. ફાફ ડુ પ્લેસિસે દિનેશ કાર્તિક વિશે શું કહ્યું, તે આખી વાત વિગતવાર જણાવીશુ, પરંતુ તે પહેલા જાણો અને સમજાે કે દિનેશ કાર્તિકે કેવી રીતે મેચ પૂરી કરી. જ્યારે દિનેશ કાર્તિક ક્રિઝ પર પહોંચ્યો, તે સમયે ઇઝ્રમ્ ને જીતવા માટે ૨૪ બોલમાં ૨૮ રન બનાવવાના હતા. ટાર્ગેટ દૂર નહોતું તેથી તેણે ધીરજથી કામ કર્યું. અને શાનદાર રહીને મેચ છેલ્લી ઓવર સુધી લઈ લીધી. અંતિમ ઓવરમાં ઇઝ્રમ્ને જીતવા માટે ૭ રન બનાવવાના હતા. એટલે કે, બોલ ૬ અને રન ૭. પરંતુ, કાર્તિકે ઓવરના અંતની રાહ જાેવી ન હતી, પ્રથમ બે બોલ પર જ રમતનો અંત કર્યો હતો. તેણે ૨૦મી ઓવરના પહેલા બોલ પર સિક્સર અને બીજા બોલ પર ફોર ફટકારી હતી. આ રીતે ઇઝ્રમ્ની જીત થઈ અને આ જીત બાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે દિનેશ કાર્તિક ના ભરપેટ વખાણ કર્યા હતા. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું, ડીકેનો અનુભવ અંતમાં કામમાં આવ્યો. સ્કોર ક્યારેય અમારી પહોંચની બહાર રહ્યો નથી. મને લાગે છે કે તે છેલ્લી ૫ ઓવરમાં એમએસ ધોની જેટલો જ શાનદાર છે. મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બેટિંગ કરી હતી. આખી ટીમ ૨૦ ઓવર પણ રમી શકી ન હતી અને ૧૮.૫ ઓવરમાં ૧૨૮ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ ૧૭.૫ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ હાથમાંથી સરકી જતી દેખાઈ રહી હતી. ત્યારબાદ દિનેશ કાર્તિક ક્રિઝ પર આવ્યો અને ટીમને જીત અપાવીને જ પરત ફર્યો.

Faf-du-Plessis-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *