Delhi

દિલ્લી સરકારે બનાવ્યો સાપ્તાહિક એક્શન પ્લાન

નવીદિલ્હી
દિલ્લીના રસ્તાઓને મુસાફરી માટે વધુ સારા બનાવવા માટે સરકારે સાપ્તાહિક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત ઁઉડ્ઢ, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની તમામ એજન્સીઓ દરેક ઝોનમાં દર શનિવારે તેના હેઠળનો રોડ રિપેર કરાવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે ટ્‌વીટ કરીને આ જાણકારી આપી. સરકારના કહેવા પ્રમાણે આ યોજનામાં માત્ર રસ્તાઓનુ સમારકામ જ નહિ પરંતુ સ્વચ્છતા અને બ્યુટિફિકેશનનુ પણ ધ્યાન રાખવામાં આવશે. એક્શન પ્લાન અંગે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે સરકાર દિલ્લીવાસીઓને રસ્તા પર ચાલવાનો અદ્ભુત અનુભવ આપવા માંગે છે. ઁઉડ્ઢ હેઠળના રસ્તાઓને યુરોપીયન તર્જ પર વિકસાવવાનુ કામ ચાલી રહ્યુ છે. આ સિવાય શહેરના તમામ રસ્તાઓને સ્વચ્છ, હરિયાળા અને શ્રેષ્ઠ બનાવવા માટે તમામ સંબંધિત વિભાગોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. તે દિશામાં આ પહેલ દિલ્હીના રસ્તાઓને વધુ સારા અને સુંદર બનાવવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે કહ્યુ કે સંબંધિત વિભાગે દર અઠવાડિયે તેનો રિપોર્ટ આપવો પડશે, કયા ઝોનમાં, કયા રસ્તા પર કામ કર્યુ છે. આ યોજનામાં ઇઉછ અને બજાર સંસ્થાઓની ભાગીદારી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમની ભાગીદારીથી રસ્તાઓનુ સમારકામ કરવામાં અને તેને હરિયાળો અને સ્વચ્છ રાખવામાં મદદ મળશે. સિસોદિયાના જણાવ્યા અનુસાર સંબંધિત અધિકારીઓને તે રસ્તાઓને પ્રાથમિકતા આપવા માટે કહેવામાં આવ્યુ છે જે ખરાબ હાલતમાં છે અને જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. આ યોજના હેઠળ માત્ર રસ્તાઓનું સમારકામ જ નહ પરંતુ રસ્તાની બંને બાજુએ રોપાઓ વાવીને પેવમેન્ટ સુધારવા, ગ્રીન એરિયા વધારવાની કામગીરી ઉપરાંત સ્ટ્રીટ લાઇટ, જાહેર શૌચાલય, વોટર એટીએમ પણ લગાવવામાં આવશે. વિભાગોને કહેવામાં આવ્યુ છે કે રસ્તાઓની મજબૂતી સાથે તેમની સુંદરતાનુ પણ ધ્યાન રાખવુ પડશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ, ‘રસ્તાઓને સુંદર બનાવવા માટે દિલ્લી સરકારનો સાપ્તાહિક એક્શન પ્લાન. દર શનિવારે, દરેક એજન્સી તેના દરેક ઝોનમાં તેના નિયંત્રણ હેઠળના દરેક રસ્તાને અદભૂત બનાવશે. દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યુ છે કે તેઓ વ્યક્તિગત રીતે રસ્તાઓના સમારકામની દેખરેખ રાખશે. તેમણે આશા વ્યક્ત કરી કે રસ્તાઓના સમારકામ અને જાળવણીના કામથી દિલ્લીના લોકો અને વાહનચાલકોને રાહત મળશે. શુક્રવારે ઉપરાજ્યપાલે આશા વ્યક્ત કરી હતી કે તેમની સૂચનાઓ પછી મુખ્ય સચિવ દ્વારા જારી કરાયેલા રસ્તાઓની જાળવણી પર સાપ્તાહિક કાર્ય યોજના દિલ્લીના લોકોને રાહત મળશે. તેમણે કહ્યુ કે તેઓ વ્યક્તિગત રીતે આ અંગેની પ્રગતિ પર નજર રાખશે. આ અઠવાડિયે લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્લીના રસ્તાઓને અવરોધ મુક્ત બનાવવા માટે તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પદ સંભાળ્યા બાદ તેમણે દિલ્લીના તમામ સ્થળો અને રસ્તાઓની મુલાકાત લીધી છે અને રસ્તાઓની જાળવણી અને સમારકામની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. લેફ્ટનન્ટ ગવર્નરની સૂચના બાદ જ રસ્તાઓ પરથી અતિક્રમણ અને કાટમાળ હટાવવા માટે વિવિધ વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યુ હતુ.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *