નવીદિલ્હી
દિલ્હીના પોલીસ સ્ટેશન સાકેતમાં એક અતિરિક્ત સત્ર ન્યાયધીશની પત્નીના ગુમ થવાનો રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો. તપાસ પછી ખબર પડી કે ૪૨ વર્ષીય મહિલાની લાશ રાજપુર ખુર્દમાં તેના ભાઈના ઘરે લટકેલી હાલતમાં મળી હતી. લાશ પાસે ૩ સુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે કહ્યું કે આગળની તપાસ ચાલી રહી છે. સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજની પત્નીએ કથિત રીતે પોતાના ભાઈના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી છે. જજે ૨૮ મે ના રોજ પત્નીના ગુમ થવાની ફરિયાદ પોલીસને આપી હતી અને ફરિયાદ નોંધાવી હતી. હાલ આત્મહત્યાના કારણ વિશે ખુલાસો થયો નથી. આ વિશે તપાસ ચાલી રહી છે. જયપુર જિલ્લાના દડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુવામાંથી ૫ મૃતદેહ મળી આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ૩ મહિલાઓ અને ૨ બાળકોના આ મૃતદેહોને ગ્રામજનોએ તરત જ ઓળખી કાઢ્યા હતા. આ ત્રણ સગી બહેનો અને તેમના બે બાળકોના મૃતદેહ હતા, જેઓ બે દિવસ પહેલા ગામમાંથી ગુમ થયા હતા. કૂવામાંથી પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જનપ્રતિનિધિઓ પણ ત્યાં આવી ગયા હતા. આખું ગામ કૂવા પાસે ભેગું થયું. આ ઘટના બાદ આખા ગામમાં એવી ચર્ચા ચાલી હતી કે, ત્રણેય બહેનોએ બાળકોની હત્યા કરીને આત્મહત્યા કેમ કરી? પ્રાથમિક તપાસના આધારે હાલમાં તેને આત્મહત્યા માનવામાં આવી રહી છે, પરંતુ પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે.દેશની રાજધાની દિલ્હીમાં આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં એક એડિશનલ સેશન્સ જજની પત્નીની લાશ તેના ભાઈના ઘરે લટકતી હાલતમાં મળી આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજના પત્નીએ કથિત આત્મહત્યા કરી છે. લાશ પાસે ત્રણ સુસાઇડ નોટ પણ મળી આવી છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
