નવીદિલ્હી
દિલ્લીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ અને ડેલ્ટા વેરિઅન્ટના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. દિલ્લીમાં હવે વીકએન્ડ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે શનિવાર અને રવિવારે કોઈપણ બિનજરૂરી અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રાઈવેટ ઓફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓને જ મંજૂરી અપાશે. મનીષ સિસોદિયાએ કહ્યું કે સરકારી ઓફિસોમાં કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ અથવા ઓનલાઈન મોડમાં કામ કરવું જાેઈએ. ખાનગી ક્ષેત્રમાં ૫૦ ટકા ક્ષમતા પર કામ કરવું જાેઈએ. તેમણે કહ્યું કે મેટ્રો સ્ટેશન અને બસ સ્ટેશન પર ઘણી ભીડ હોય છે. તેથી ર્નિણય લેવામાં આવ્યો છે કે બસ અને મેટ્રો સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવામાં આવશે, પરંતુ માસ્ક પહેરવું જરૂરી રહેશે. તેમણે કહ્યું કે ખોરાક, તબીબી અને ઈમરજન્સી જેવી આવશ્યક સેવાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. દિલ્લીમાં લાગુ કરવામાં આવેલા વીકએન્ડ કર્ફ્યૂ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્લીમાં લગભગ ૧૦ હજાર સક્રિય કેસ છે. લગભગ ૩૫૦ લોકો હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી ૧૨૪ લોકો ઓક્સિજન સપોર્ટ પર છે, જ્યારે ૭ લોકો વેન્ટિલેટર પર છે તેમણે કહ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે જ હોસ્પિટલ જાઓ. મનીષ સિસોદિયાએ કહ્યું કે આજે ડીડીએમએની બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે શનિવાર અને રવિવારે વીકએન્ડ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન મુજબ દિલ્હીમાં લગભગ ૫૫૦૦ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે અને કોરોના સંક્રમણનો દર લગભગ ૮.૫ ટકા છે. દિલ્હીના સ્વાસ્થ્ય સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે શહેરમાં સંક્રમણના વધતા કેસો માટે કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન જવાબદાર છે. શહેરમાં સંક્રમણ દર ૧૮ મે પછી સૌથી વધારે છે.
