નવીદિલ્હી
કોરોનાના વધતા જતા કેસના લીધે ફરી એકવાર ચિંતાનો વિષય બનતો જાય છે. આ દરમિયના ચોથી લહેરના ભણકારા પણ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ ગત ૧૦ દિવસમાં ૭,૧૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં દિલ્હી હોય કે મુંબઇ બંને મહાનગરોમાં કોરોનાના આંકડાએ જૂના રેકોર્ડસ તોડ્યા હતા. એવામાં એકપર્ટ્સ સતત લોકો માટે ચેતાવણી જાહેર કરી રહ્યા છે. ડોક્ટર્સ અને એક્સપર્ટ્સનું કહેવું છે કે લોકો હજુ પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરતા રહે અને કોરોના સાથે જાેડાયેલા તમામ પ્રોટોકોલ્સનું પાલન કરે. કોરોનાના કેસની સાથે સાથે સંક્રમણ દરના વધારાની વાત કરીએ તો ૭ જૂનના રોજ ૧.૯૨ ટકા હતો જે ૧૫ જૂનથી વધીને ૭.૦૧ ટકા થઇ ગયો છે. દિલ્હીમાં ગત થોડા દિવસો પહેલાં બુધવારે કોવિડ ૧૯ના એક મહિનામાં સૌથી વધુ ૧,૩૭૫ કેસ સામે આવ્યા હતા, જ્યારે કોઇપણ મોત થયું ન હતું. તો બીજી તરફ જાે મુંબઇની વાત કરીએ તો બુધવારે ૨૨૯૩ નવા કેસ સામે આવ્યા છે, જે ૨૩ જાન્યુઆરી બાદ સૌથી વધુ દૈનિક કોરોના કેસ હતા. ડોક્ટર્સએ લોકોને કહ્યું કે તે પરિસ્થિતિથી ગભરાય નહી. એક્સપર્ટનું એ પણ કહેવું છે કે રજાઓમાં લોકોનું ઘરમાંથી વધુ બહાર નિકળવું અને યાત્રા કરવી તેના લીધે કેસ વધી રહ્યા છે.
