નવીદિલ્હી
દિલ્હીમાં ૧ મેના રોજ દિલ્હી ઉત્તર જિલ્લામાં ૭૬ વર્ષીય રામ કિશોર અગ્રવાલ (બિલ્ડર) ની હત્યા કરવામાં આવી હતી, ક્રાઈમ બ્રાન્ચ સહિત ઘણી ટીમોએ સંયુક્ત રીતે આ કેસની તપાસ કરી હતી. સર્વેલન્સ, સેંકડો સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા. આ ટીમોના સંયુક્ત પ્રયાસને કારણે ૨ કિશોરો (સગીરો) પકડાયા હતા. બંનેને મૃતકના ઘરની તમામ માહિતી હતી. મૃતકના ઘરે એક સગીર કામ કરતો હતો. તેના પિતા પણ ઘણા વર્ષો સુધી બિલ્ડરના ઘરે કામ કરતા હતા. બંને સગીરોએ બિલ્ડરના ઘરે પહોંચવા માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે બંને પાસેથી ૧૦ લાખ ૩૭ હજાર રૂપિયા રિકવર કર્યા છે. બંને આરોપીઓએ જણાવ્યું કે, તેઓ ગેટ કૂદીને બિલ્ડરના ઘરમાં પ્રવેશ્યા હતા. સંપૂર્ણ માહિતીના કારણે લૂંટને અંજામ આપવા માટે સવારનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા. તે સમયે બંને છોકરાઓ રામકિશોર અગ્રવાલના રૂમમાં પહોંચ્યા હતા અને પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ વળતો જવાબ આપ્યો હતો, આ દરમિયાન બંને સગીરોએ છરી કાઢીને રામકિશોર પર હુમલો કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ઘરમાં રાખેલી રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બંને એક જ ગામના રહેવાસી છે અને તેઓ વૈભવી જીવન જીવવા માંગતા હતા. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેમને જાણ હતી કે બિલ્ડરના ઘરનો દરવાજાે ૫ વાગ્યે ખૂલતો હતો, જ્યારે ગાર્ડ પણ ઊંઘી રહ્યા હતા. તેમને ખબર હતી કે, પૈસા ક્યાં રાખવામાં આવ્યા છે. અગાઉ પણ એક સગીર દક્ષિણ દિલ્હીમાં કામ કરી ચૂક્યો છે. તે પણ એ જ ગામનો હતો. વૃદ્ધ બિલ્ડરે તેને ઓળખી લીધો અને વિરોધ કર્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બાઇક કેવી રીતે ચોરાય છે, તેના વાયર કેવી રીતે તૂટે છે તે જાણવા માટે ગૂગલ અને યુટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે ટેટૂ પણ કરાવ્યું હતું.ભારતની રાજધાની દિલ્હીની સિવિલ લાઈન્સ પોશ કોલોનીમાં બિલ્ડરની હત્યાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, ઘરની અંદર કામ કરતા સગીર નોકરે વૈભવી જીવનશૈલી, શ્રીમંતોનું જીવન જીવવા માટે ફૂલપ્રૂફ પ્લાનિંગ હેઠળ તેના જૂના બોસની હત્યા કરી હતી. ઘટના બાદ નાસી છૂટવા માટે ત્યાંથી તેણે બાઇક પણ ચોરી હતી. આરોપીઓએ ગુગલ અને યુટ્યુબ પરથી હત્યાનો પ્લાન શીખ્યો હતો.
