નવીદિલ્હી
આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હીમાં ગરમી વધવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દિલ્હીમાં હવે તાપમાનનો પારો વધશે પરંતુ રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસમાં રાજધાનીમાં હીટવેવની કોઈ શક્યતા નથી. જેના કારણે લોકો ગરમીના મોજાથી પ્રભાવિત થશે. શુક્રવારે દિલ્હીનુ મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે અને વરસાદની કોઈ શક્યતા નથી. બિહારમાં ગઈકાલ રાતથી હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં જાેરદાર વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે આજે પણ રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ અને ગાજવીજની શક્યતા છે. પડોશી રાજ્ય યુપીમાં પણ ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે તેમ હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ૈંસ્ડ્ઢ એ બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ-મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જાહેરી કરી છે. જ્યારે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે કહ્યુ છે કે આજથી આગામી ૨૪ કલાકમાં કર્ણાટક, કેરળ, આંદામાન-નિકોબાર, સિક્કિમ, પશ્ચિમ આસામ, છત્તીસગઢ, તેલંગાના અને પૂર્વ બિહારમાં હળવા વરસાદની સંભાવના છે.સાઉથ વેસ્ટ મોનસુન હાલમાં માલદીવ, કોમોરિન ક્ષેત્રથી આગળ વધી ગયુ છે. મોનસુનની ગતિ સામાન્યથી વધુ છે અને તે આગલા અમુક કલાકોમાં કેરળમાં દસ્તક દઈ શકે છે. આની અસર આસપાસના રાજ્યોમાં પણ પડશે માટે હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાને વ્યક્ત કરી છે. વળી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.