Delhi

દિલ્હીમાં ૩૦ સપ્ટેમ્બર સુધી કેજરીવાલ સરકારે વધારી મફત રાશન યોજના

નવીદિલ્હી
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં મફત રાશન યોજનાની તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આ સાથે જ બુધવારે કેજરીવાલે કેબિનેટ મીટિંગમાં ઘણી અન્ય યોજનાઓને મંજૂરી આપી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે હવામાન અને દિલ્હીના લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ઇલેક્ટ્રિક અને એર કન્ડિશન્ડ બસો ખરીદી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠક દરમિયાન અમે ૧,૯૫૦ બસો ખરીદવા પર સંમતિ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી અવરિંદ કેજરીવાલે કહ્યુ કે હાલમાં દિલ્હી સરકાર પાસે ૭,૨૦૦ બસો છે. ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં દિલ્હીના રસ્તાઓ પર ૧૧,૯૧૦ બસો દોડશે. તેમણે કહ્યુ કે અમે ટ્રાન્સપોર્ટ સેક્ટરને આધુનિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી તે આંતરરાષ્ટ્રીય માપદંડોની સમકક્ષ હોય. અમે પરિવહનના વિવિધ મોડને એકીકૃત કરવા માંગીએ છીએ. આ સાથે કેજરીવાલે કહ્યુ કે અમે દિલ્હીના ગામડાઓના વિકાસ માટે અમુક વર્ષો પહેલા કેટલીક યોજનાઓ શરૂ કરી હતી. પરંતુ કેટલીક અડચણો હતી તેથી હવે અમે નક્કી કર્યુ છે કે વિધાનસભા હેઠળના ગામડાઓ માટેનુ બજેટ કોઈપણ રીતે ખર્ચી શકાય છે.

file-02-page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *