નવીદિલ્હી
કોરોના જેવી મહામારી તેમજ ગંભીર કેસોનો સામનો કરવા માટે સરકાર ૬૮૩૬ ૈંઝ્રેં બેડની ક્ષમતા ધરાવતી સાત સેમી પર્મેમેન્ટ હૉસ્પિટલો તૈયાર કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ સરકાર શાલીમાર બાગ ખાતે ૧૪૩૦ પથારીની ક્ષમતાવાળી ચાર માળની હૉસ્પિટલ, કિરારી ખાતે ૪૫૮ પથારીની ક્ષમતાવાળી પાંચ માળની હૉસ્પિટલ, સુલતાનપુરીમાં ૫૨૭ પથારીની ક્ષમતાવાળી ચાર માળની હૉસ્પિટલ, જીટીબી સંકુલમાં ૧૯૧૨ પથારીની ક્ષમતા ધરાવતી પાંચ માળની હૉસ્પિટલ, ચાચા નહેરુ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ૫૯૬ પથારીની ક્ષમતાવાળી પાંચ માળની હૉસ્પિટલ, સરિતા વિહારમાં ૩૩૬ પથારીની ક્ષમતાવાળી પાંચ માળની હૉસ્પિટલ અને રઘુવીર નગરમાં ૧૫૭૭ પથારીની ક્ષમતા ધરાવતી ચાર માળની હસ્પિટલનુ બાંધકામ ચાલી રહ્યુ છે. સરકાર દ્વારકા સેક્ટર-૯ સ્થિત ઈન્દિરા ગાંધી હૉસ્પિટલમાં ૧૨૪૧ની ક્ષમતાવાળા ત્રણ હૉસ્પિટલ બ્લૉકનુ નિર્માણ કરી રહી છે. અહીં નવ માળનો વોર્ડ બ્લૉક, છ માળનો ઓપીડી અને છ માળનો ઈમરજન્સી બ્લૉક બનાવવામાં આવી રહ્યો છે. ત્રણેય બ્લૉકમાં બે માળનુ બેઝમેન્ટ પણ છે. આ હસ્પિટલનુ નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયુ છે જે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.દિલ્લીવાસીઓને ટૂંક સમયમાં ૩૨૩૭ બેડની ક્ષમતાવાળી ચાર નવી હૉસ્પિટલની ભેટ મળશે. નાયબ મુખ્યમંત્રી અને જાહેર બાંધકામ પ્રધાન મનીષ સિસોદિયાએ મંગળવારે ખર્ચ નાણા સમિતિ દ્વારા મંજૂર કરાયેલ નવી હૉસ્પિટલોના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરી. સિસોદિયાએ સિરસપુર, જ્વાલાપુરી, માડીપુર, હસ્તસલ(વિકાસપુરી) ખાતે સાત નવી સેમી પર્મેનેન્ટ હૉસ્પિટલો તેમજ દ્વારકા સેક્ટર-નાઈન ખાતેની ઈન્દિરા ગાંધી હૉસ્પિટલ અને ૬૮૩૬ આઈસીયુની ક્ષમતા ધરાવતી સાત નવી સેમી પર્મેનેન્ટ હૉસ્પિટલોના બાંધકામની પ્રગતિની પણ તપાસ કરી હતી. ઉપ મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી કે આ તમામ બાંધકામ સમયસર પૂર્ણ કરવામાં આવે. આ સાથે અહીં ગુણવત્તાના તમામ માપદંડો સુનિશ્ચિત કરવામાં આવે. જ્વાલપુરીમાં દિલ્લી સરકાર દ્વારા ૧૧૬૪ પથારીની ક્ષમતાવાળી ૧૧ માળની હૉસ્પિટલનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત આ બિલ્ડિંગમાં બે માળનુ બેઝમેન્ટ પણ છે. સરકાર જ્વાલપુરી, માદીપુર અને હસ્તાલ (વિકાસપુરી) ખાતે ૬૯૧ પથારીની ક્ષમતા ધરાવતી ૧૦ માળની હૉસ્પિટલનુ નિર્માણ કરી રહી છે. જ્વાલાપુરી અને માદીપુરમાં બની રહેલી હૉસ્પિટલોનુ ૫૦ ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે અને હસ્તસલમાં હૉસ્પિટલ બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે.

