Delhi

દિલ્હીમાં ૭૧ મેટ્રો સ્ટેશનો પર ઈ-વાહનો માટે નવા ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

નવીદિલ્હી
રાજધાનીમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે, દિલ્હી સરકાર દ્વારા મોટા પાયે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીના વિવિધ ભાગોમાં સપ્ટેમ્બર સુધીમાં ૧૦૦ નવા પબ્લિક ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ સ્ટેશનો પર ઈ-વાહનો માટે ૫૦૦ ચાર્જિંગ પોઈન્ટ હશે. દરેક સ્ટેશન પર એકસાથે સરેરાશ ૫ ઈ-વાહનો ચાર્જ કરવામાં આવશે. આ સ્ટેશનોની વિશેષતા એ છે કે, આમાંથી ૭૧ ચાર્જિંગ સ્ટેશન દિલ્હીના વિવિધ મેટ્રો સ્ટેશનો પર સ્થિત હશે. જેથી લોકો મેટ્રોમાં પોતાનું વાહન પાર્ક કરી શકે અને મેટ્રો દ્વારા ગમે ત્યાં જઈ શકે. દિલ્હી સરકાર અને ડ્ઢસ્ઇઝ્ર આ યોજના પર સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. આ તમામ ઈફ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના અનેજાળવણી માટે દિલ્હી ટ્રાન્સકો લિમિટેડને રાજ્ય નોડલ એજન્સી બનાવવામાં આવી છે. જેઓ આના પર વાહન ચાર્જ કરે છે, તેમની પાસેથીપ્રતિ યુનિટ માત્ર ૨ રૂપિયા ચાર્જિંગ ફી લેવામાં આવશે. યોજના વિશે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્ટેશનો સ્થાપવા માટે વૈજ્ઞાનિક સર્વેક્ષણના આધારે આ ૧૦૦ સ્થળોની પસંદગીકરવામાં આવી છે. આ તમામ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઁઁઁ મોડલ હેઠળ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ માટે સરકારે વિવિધ વિભાગો અનેએજન્સીઓ સાથે મળીને જમીનની વ્યવસ્થા કરી છે. દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઈફ ચાર્જિંગ સ્ટેશનોમાં તમામ જરૂરી સાધનો, માનવબળ અને સેવા પૂરી પાડવાનુંકામ ટેન્ડર મેળવનારી કંપનીઓને આપવામાં આવ્યું છે. આ તમામ સ્ટેશનો ૨૨ ાઉના હશે. આમાંના કેટલાક પર જ્યાં ૩ ચાર્જિંગ પોઈન્ટહશે, તો કેટલાકને ૧૦ પોઈન્ટ પણ મળશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં દિલ્હીના તમામ વિસ્તારો સહિત લગભગ ૪૦૦ પબ્લિક ચાર્જિંગ પોઈન્ટછે. રાજધાનીમાં ૭૯ બેટરી સ્વેપિંગ સ્ટેશન પણ છે. આ ૫૦૦ ચાર્જિંગ પોઈન્ટની રજૂઆત બાદ, તેમની સંખ્યા બમણીથી વધુ થઈ જશે. આ સિવાય રાજધાનીમાં ૭૯ બેટરી સ્વેપિંગ સ્ટેશન પણહાજર છે. ઉલ્લેખનીય છે કે, લગભગ એક વર્ષ પહેલા દિલ્હી સરકારે ઈલેક્ટ્રોનિક વ્હીકલ પોલિસી બનાવી હતી, જે અંતર્ગત દિલ્હીમાં દર ત્રણકિલોમીટરના અંતરે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *