Delhi

દિલ્હીવાસીઓ પ્રદૂષણથી બચાવવા માટે માસ્ક પહેરે, કેજરીવાલ તો ચૂંટણીમાં વ્યસ્ત છે ઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

નવીદિલ્હી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા શુક્રવારે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, એટલા માટે દિલ્હીવાસી પોતાને પ્રદૂષણથી બચાવવા માટે માસ્ક પહેરે. ખતરનાક પ્રદૂષણના સ્તર અને સ્વાસ્થ્ય સંબંધી ચેતવણીઓથી ચિંતિત દિલ્હી સરકારે શુક્રવારે ઘોષણા કરી હતી કે, પ્રાઈમરી સ્કૂલ શનિવારથી બંધ રહેશે અને તેના ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે, જ્યારે પ્રાઈવેટ ઓફિસોને પણ તે અનુસાર કામ કરવાની સલાહ આપી છે. દિલ્હીની વાયુ ગુણવત્તા સતત બીજા દિવસે પણ ગંભીર બની રહી હતી. માંડવિયાએ હિન્દીમાં કરેલા એક ટિ્‌વટમાં કહ્યું કે, દિલ્હીના લોકોને માસ્ક પહેરવા અને વાયુ પ્રદૂષણથી પોતાની જાતને બચાવવા માટે સચેત કર્યા છે, કારણ કે કેજરીવાલજી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડીની વાત કરવા અને દિલ્હીના ટેક્સપેયર્સના કરોડો રૂપિયા ખર્ચ કરીને જાહેરાતો આપવામાં વ્યસ્ત છે. આપને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બનીને ઊભું છે. દિલ્હીમાં ધુમાડાના મોટા પડ દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ માટે અનુકૂળ મૌસમી દિશા રહેવા અને પંજાબમાં પરાલી સળગાવવાની ઘટનાના કારણે સાંજે ચાર કલાકે એક્યૂઆઈ ૪૪૭ નોંધાયું હતું. ફેફડાને નુકસાન પહોંચાડનારા પીએમ ૨.૫ નું સકેન્દ્રણ કેટલાય વિસ્તારોમાં ૪૭૦ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધારે હતું. જે ૬૦ માઈક્રોગ્રામની સુરક્ષિત સરહદની નજીક આઠ ગણુ વધારે છે.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *