Delhi

દિલ્હી સરકારે ડીએસઈયુ લાઈટહાઉસનું ઉદ્‌ઘાટન કર્યું

ન્યુદિલ્હી
દિલ્લીના યુવાનોના ઉત્કર્ષ માટે દિલ્લી સરકારે કાલકાજી પછી મલ્કાગંજમાં દિલ્લીનુ બીજુ ‘ડ્ઢજીઈેં લાઇટહાઉસ’ શરૂ કર્યુ છે. બુધવારે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી કમ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ લાઇટહાઉસ કોમ્યુનિટી ફાઉન્ડેશન અને માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશનની ભાગીદારીમાં દિલ્લી સ્કીલ એન્ડ આંત્રપ્રેન્યોરશિપ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલ આ ‘ડ્ઢજીઈેં લાઇટહાઉસ’નું ઉદ્‌ઘાટન કર્યુ. મનીષ સિસોદિયાએ જણાવ્યુ હતુ કે ડ્ઢજીઈેં લાઇટહાઉસ દ્વારા દિલ્લી સરકાર ઓછી આવક જૂથના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી ઉત્તમ કૌશલ્ય શિક્ષણ પ્રદાન કરશે. તેમણે કહ્યુ કે દિલ્લી કૌશલ્ય અને સાહસિકતા યુનિવર્સિટીના આ દીવાદાંડી ઉચ્ચ ગુણવત્તાવાળા ટૂંકા ગાળાના વ્યાવસાયિક કૌશલ્ય અભ્યાસક્રમો ૧૮થી ૩૦ વર્ષની વય જૂથના યુવાનો માટે રોજગારીની પુષ્કળ તકો પ્રદાન કરશે. શિક્ષણ મંત્રીએ કહ્યુ કે દિલ્લી સ્કીલ એન્ડ આંત્રપ્રેન્યોરશીપ યુનિવર્સિટી (ડ્ઢજીઈેં) દેશની પ્રથમ યુનિવર્સિટી છે જે યુવાનોના ઘર સુધી પહોંચીને તેમને પ્રવેશ આપી રહી છે અને ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં જઈને યુવાનોને કૌશલ્યથી સજ્જ કરી રહી છે. મનીષ સિસોદિયાએ કહ્યુ કે કોરોના પછી દેશભરમાં કરોડો લોકોએ નોકરી ગુમાવી છે. દિલ્લીમાં યુવાનોને પણ નોકરીની જરૂર છે અને તેને જાેતા દિલ્લીના યુવાનોને વિશ્વસ્તરીય કૌશલ્ય, વ્યાવસાયિક વિકાસ અને રોજગારલક્ષી કૌશલ્ય પ્રદાન કરવુ જરૂરી છે. મલ્કાગંજનું આ લાઈટહાઉસ આ દિશામાં કામ કરશે. તેમણે કહ્યુ કે આજે ગ્રેજ્યુએટ થયા પછી પણ યુવાનો નોકરી માટે ભટકતા રહે છે પરંતુ આ કોર્સ પછી કંપની પોતે આવીને યુવાનોને નોકરી આપશે. તેમણે કહ્યુ કે યુવાનો કોર્સ કરીને નોકરી પણ કરી શકે છે અથવા તો ગ્રેજ્યુએશનનો અભ્યાસ પણ પૂરો કરી શકે છે. ઉપ મુખ્યમંત્રીએ કહ્યુ કે આ લાઇટ હાઉસ યુવાનોને સાચો રસ્તો બતાવશે. જાે યુવાનો દ્રઢ નિશ્ચય અને મહેનત કરે તો આ દીવાદાંડી તેમને સફળતાના માર્ગથી દૂર નહીં થવા દે. તેમણે કહ્યું કે ડ્ઢજીઈેં લાઇટહાઉસ યુવાનોને તેમની પસંદગીના કૌશલ્યો વિશે વિચારવાનુ અને તાલીમ આપવાનુ શીખવશે. મનીષ સિસોદિયાએ કહ્યુ કે આજે જ્યારે બાળકો ૧૨મુ પાસ કર્યા પછી કોલેજમાં જાય છે ત્યારે તેમને સરળતાથી એડમિશન મળતુ નથી પરંતુ દિલ્લી સરકારે એવો અનોખો પ્રોગ્રામ કર્યો છે જેમાં દિલ્લી સ્કિલ એન્ડ આંત્રપ્રેન્યોરશિપ યુનિવર્સિટી ઝૂંપડપટ્ટીમાં જશે અને ત્યાંના બાળકોને એડમિશન આપશે. દેશના ઈતિહાસમાં આવુ પહેલીવાર બનશે જ્યારે બાળકો એડમિશન લેવા માટે યુનિવર્સિટીમાં નહિ જાય પરંતુ યુનિવર્સિટી પોતે જ બાળકો પાસે જઈને તેમને એડમિશન આપશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્ય વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે. જ્યાં વિદ્યાર્થીઓને સ્વ-પરિવર્તન પર આધારિત ફાઉન્ડેશન કોર્સ દ્વારા કારકિર્દી અને જીવન સંબંધિત માર્ગદર્શન અને ઉદ્યોગ એક્સપોઝરની તકો આપવામાં આવશે. ફાઉન્ડેશન કોર્સ કલા-આધારિત અભ્યાસક્રમ પર આધારિત હશે જેમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ હશે જે વિદ્યાર્થીઓમાં કાર્યસ્થળની યોગ્યતા અને માઇન્ડફુલનેસનો વિકાસ કરશે. સ્પોકન ઇંગ્લિશ અને ડિજિટલ સાક્ષરતા આ પાયાના કૌશલ્ય કાર્યક્રમનો મહત્વપૂર્ણ ભાગ હશે. અહીં વિદ્યાર્થીઓને એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ અને ટેલી, નર્સિંગ, ફિટનેસ ટ્રેનર, આઇટી સંબંધિત વિવિધ ટૂંકા અને લાંબા ગાળાના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે. આ તમામ અભ્યાસક્રમો ડ્ઢજીઈેં દ્વારા પ્રમાણિત કરવામાં આવશે. મલકાગંજમાં ડ્ઢજીઈેં લાઇટહાઉસ આગામી ૨ વર્ષમાં નજીકના સ્લમ ક્લસ્ટરોમાંથી ૧૨૦૦થી વધુ યુવાનોને કુશળ બનાવવાનુ લક્ષ્ય રાખે છે. ડ્ઢજીઈેં લાઇટહાઉસ માલકગંજમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૮ તાલીમ રૂમનો સમાવેશ થાય છે. આમાં ૨ ઓપન ક્લાસરૂમ, એક રિટેલ-કોર્સ ક્લાસ, મેકઅપ સ્કિલ ક્લાસ, સાથ-સાથ, કાઉન્સેલિંગ રૂમ, વીડિયો-કૉન્ફરન્સિંગ રૂમ, સેલ્ફ-લર્નિંગ સ્પેસ અને ૨૦ કમ્પ્યુટર અને ઇન્ટરનેટથી સજ્જ એલ ટેક-હબનો સમાવેશ થશે. તે કાલકાજી અને તેની આસપાસના વિસ્તારમાં ઓછી આવક ધરાવતા ૬૦૦થી વધુ યુવાનોને દર વર્ષે જીવન કૌશલ્ય, ટેકનિકલ તાલીમ આપીને રોજગારની તકો સુધી પહોંચવામાં મદદ કરશે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *