Delhi

દિલ્હી હાઈકોર્ટે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને રદ કરવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી

નવીદિલ્હી
બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી ને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે સુબ્રમણ્યમ સ્વામી દ્વારા એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને રદ કરવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે કહ્યુ કે ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા નીતિગત ર્નિણય છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યુ કે, એર ઈન્ડિયા સતત ખોટમાં ચાલી રહી છે અને સરકાર વધુ નુકસાન સહન કરી શકે તેમ નથી. ટાટા સન્સ વતી દિલ્હી હાઈકોર્ટને કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાની બોલી લગાવનાર કંપની ૧૦૦% ભારતીય છે. બીજી તરફ તેમની અરજીમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ માટેની બિડિંગ પ્રક્રિયા મનસ્વી, ભ્રષ્ટ, દૂષિત, ગેરબંધારણીય અને જાહેર હિતની વિરુદ્ધ હતી. તેણે પિટિશનમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે ટાટા સન્સ દ્વારા આ મામલે ગેરરીતિ કરવામાં આવી છે. સ્વામીએ એડવોકેટ સત્ય સાબરવાલ મારફત દાખલ કરેલી અરજીમાં અધિકારીઓની ભૂમિકા અને કાર્યપદ્ધતિ અંગે ઝ્રમ્ૈં તપાસ અને કોર્ટ સમક્ષ તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવાની પણ વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઑક્ટોબરમાં કેન્દ્ર સરકારે ટાટા સન્સ કંપની દ્વારા એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ૧૦૦ ટકા હિસ્સા માટે તેમજ ‘ગ્રાઉન્ડ હેન્ડલિંગ’ કંપની છૈંજીછ્‌જીમાં ૫૦ ટકા હિસ્સા માટે ઓફર કરેલી ઉચ્ચતમ બોલીને સ્વીકારી હતી.

High-Court.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *