નવીદિલ્હી
દિવાળી પહેલા દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ ડિપોઝિટર્સને ખુશખબરી આપી છે. બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કર્યો છે. તેનો અર્થ છે કે હવે બેન્કમાં ડિપોઝિટ તરીકે પૈસા રાખવા પર ગ્રાહકોને વધુ વ્યાજ મળશે. તેનાથી તે રોકાણકારો વધુ ફાયદામાં રહેશે જે ડિપોઝિટથી મળનારા વ્યાજ પર ર્નિભર છે. એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટના દરોમાં વધુમાં વધુ ૮૦ બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દરો ૨ કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ પર લાગૂ છે. આ દરો ૨૨ ઓક્ટોબરથી લાગૂ થશે. નોંધનીય છે કે એસબીઆઈએ વ્યાજદરમાં ૨૧૧ દિવસથી ૧ વર્ષ કરતા ઓછા સમયગાળાની ડિપોઝિટ પર ૮૦ બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે. અત્યાર સુધી ગ્રાહકોને ૪.૭૦ ટકા વ્યાજ મળતું હતું, હવે ૨૨ ઓક્ટોબરથી ૫.૫૦ ટકા થઈ જશે. આ સિવાય બેન્કે વર્તમાન ૪.૬૫% ની તુલનામાં ૧૮૦ દિવસથી ૨૧૦ દિવસની મુદ્દતવાળી એફડી પર વ્યાજ દરોમાં ૬૦ પોઈન્ટનો વધારો કર્યો છે. આ પ્રકારના વધારાથી ૨થી ૩ વર્ષથી ઓછા સમયગાળા માટે છે. આ અવધીનો વ્યાજદર વર્તમાન ૫.૬૫% થી ૬.૨૫% ટકી દેવામાં આવ્યો છે. ૪૬ દિવસથી ૧૭૯ દિવસના સમયગાળા પર દરને ૫૦ બેસિક પોઈન્ટ વધારી ૪.૫૦ ટકા કરી દેવામાં આવ્યો છે. તો ૧ વર્ષથી ૨ વર્ષથી ઓછા સમયગાળા માટે વ્યાજદરને ૫.૬૦% થી વધારી ૬.૧૦% ટકા કરી દેવામાં આવ્યો છે. એસબીઆઈએ ૭ દિવસથી ૪૫ દિવસના ગાળા માટે વ્યાજદર ૩ ટકા સ્થિર રાખ્યો છે. આ રીતે સીનિયર સિટીઝન માટે પણ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે.