નવીદિલ્હી
અકસ્માત કોઈપણ સાથે અને ગમે ત્યારે થઈ શકે છે. જેના કારણે લોકોની જવાબદારી છે આંખ-કાન ખુલ્લા રાખવા, ઘણી વખત બેદરકારીમાં મોટી ભૂલ થઈ જાય છે, જેમાં પસ્તાવા સિવાય બીજું કંઈ બચતું નથી. હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિની ભૂલને કારણે બીજી વ્યક્તિન પર દિવાલ માથે પડે છે. આ એવી ઘટના હતી કે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે. ટિ્વટર એકાઉન્ટ ‘મ્ીજં ફૈઙ્ર્ઘી’ ‘બેસ્ટ વીડીયો’ પર અવારનવાર આવા અજબ-ગજબ વીડિયો શેર કરવામાં આવે છે. ક્યારેક લોકો સાથે થયેલા ગંભીર અકસ્માતના વીડિયો પણ શેર કરવામાં આવે છે, તાજેતરમાં, આવો જ એક વીડિયો શેર કરવામાં આવ્યો, જેમાં એક માણસ સાથે અકસ્માત થતો જાેવા મળી રહ્યો છે. તે નસીબદાર હશે જેથી આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો હતો. વીડિયોમાં એક વ્યક્તિ હથોડા વડે બિલ્ડિંગની અંદરની દિવાલ તોડી રહ્યો છે. જેમાં નીચેથી તૂટેલી દિવાલ જાેવા મળે છે. વ્યક્તિ ઘણી વાર હથોડો મારે છે, પણ દિવાલ પર કોઈ અસર થતી નથી. એટલામાં બીજી વ્યક્તિ દિવાલ નીચેથી પસાર થવા જઇ રહી છે. તેના આવતાની સાથે જ દિવાલ તૂટી જાય છે અને સીધી તે વ્યક્તિ પર પડે છે. આ અકસ્માતમાં તે વ્યક્તિ ઘાયલ થાય છે, પરંતુ તેની હિલચાલથી સમજી શકાય છે કે, તે જીવિત છે. જાે કે આવા અકસ્માતમાં મૃત્યુ પણ થઈ શકે છે. આ વીડિયોને ૧ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક વ્યક્તિએ કહ્યું કે જે વ્યક્તિ પર દિવાલ પડી તે જાેઈને લાગે છે કે તે તે બાંધકામની જગ્યાનો બોસ છે. સારું છે કે દિવાલ તેના પર પડી, જેથી તે ભવિષ્યમાં પોતાના માટે અને કામદારો માટે હેલ્મેટ ખરીદવાનું યાદ રાખશે.
